Dahod News : દાહોદમાં 14 ગામોના લોકો ફરી પ્રાંત અધિકારી પાસે પહોંચ્યા હતા. જેમાં દિલ્હી મુંબઈ કોરીડોરથી અસરગ્રસ્તો પ્રાંત અધિકારી પાસે પહોંચ્યા હતા. બીજીતરફ ખેડૂતોની 17 પૈકી 16 માંગણી તંત્ર દ્વારા સ્વીકારવામાં આવી હતી. જોકે પાક નિષ્ફળ વળતર અંગેની માંગણી નહીં સ્વીકારતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
જેને પગલે તેમણે આજે હાઇવે કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં પોલીસ દ્વારા ખેડૂત આગેવાન મૂકેશ ડાંગીની અટક કરવામાં આવી હતી. અચક કર્યા બાદ બાદ પ્રાંત અધિકારી સાથે ફરી 14 ગામોના લોકોએ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સંતોષકારક જવાબ નહીં આપતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
જેને પગલે ખેડૂતો હાઇકોર્ટે અને રાજયપાલના દ્વાર ખખડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાક નિષ્ફળ સર્વે દરમિયાન ખેડૂતો દ્વારા સર્વેની વિડિયોગાફી કરવામાં આવી હતી. ખેડૂતોને ક્યારે ન્યાય મળશે તે તો આવનારો સમય જ બતાવશે.
આ પણ વાંચો: રાજકોટમાં બિલ્ડર જૂથ પર CGSTના દરોડાનો મામલો
આ પણ વાંચો: રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા
આ પણ વાંચો: અંબાજીમાં મારબલ ફેકટરીમાં CGSTના દરોડા, રૂ. 20 કરોડની ચોરી પકડાઇ
