Rajkot News : રાજકોટમાં બિલ્ડર જૂથ પર CGSTના દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે. જેમાં પ્રાઇડ ગ્રુપ, વન વલ્ડ ગ્રુપ, બિલ્ડર જૂથ પર દરોડા પાડવામાં આવ્યા છે. CGST વિભાગે બિલ્ડરોની ઓફિસ, સાઈટ સહિત 6 સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં બોગસ આઇટીસીની આશંકાથી સઘન સર્ચ કરવામાં આવ્યું હતું.
તે સિવાય CGSTની ટીમ દ્વારા ડિજિટલ ડેટાનું એનાલિસિસ પણ હાથ ધરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ઈતિહાસમાં પહેલી વખત CGSTએ બિલ્ડરોને હડફેટે લીધા છે. જેને પગલે બિલ્ડર લોબીમાં સોંપો પડી ગયો છે. આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ જેવા પ્રોજેક્ટમાં CGSTનું સર્ચ હાથ ધરાયું હતું. તે સિવાય પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંગલમ સહિતના પ્રોજેક્ટમાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.