Ahmedabad News : અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ કમિશનરે અમદાવાદ (Ahmedabad) શહેરમાં ફરજ બજાવતા 10 પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલની આંતરિક બદલી કરવામાં આવી છે. અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે.
અમદાવાદ (Ahmedabad) પોલીસ કમિશનરે ૧૦ પોલીસકર્મીઓની બદલી કરી પોલીસ કર્મચારીઓએ કરેલ રજૂઆતના આધારે બદલી કરવામા આવી છે. આની પહેલાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ (Ahmedabad) શહેરમાં ફરજ બજાવતા 14 પોલીસ ઈન્સ્પેકટરોની આંતરિક બદલી કરી હતી.
અમદાવાદ (Ahmedabad) માં અગાઉ એક જ પોલીસ સ્ટેશનમાં જે કોન્સ્ટેબલો તેમજ હેડ કોન્સ્ટેબલોએ પાંચ વર્ષથી વધુનો સમય કાઢયો હતો તે કોન્સ્ટેબલો તેમજ હેડ કોન્સ્ટેબલોની બદલી પોલીસ કમિશનરે કરી હતી,તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો ટ્રાફિક શાખામાં તેમજ ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસ બેડામાં ફરીથી બદલીના આદેશને પગલે ખળભળાટ
આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ્ય પોલીસ કર્મચારીઓની બદલી
આ પણ વાંચો: પોલીસની આંતરજિલ્લા બદલીની બધી સત્તા રાજ્યના પોલીસ વડા પાસે