Not Set/ સુરત/ પાંડેસરાનાં તેરે નામ રોડ પર યુવકની સરેઆમ ગોળી મારી હત્યા

સુરતનાં પાંડેસરાનાં તેરે નામ રોડ પર હત્યાનો બનાવ સામે આવ્યો. યુવકની સરેઆમ ગોળી મારી હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ સરેઆમ યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીઓ વરસાવનારા અસામાજીકોને પોલીશનો કોઇ ભય ન હોય તેવી રીતે ફાયરિંગ કરી હત્યા કરવાનો બનાવ પણ બીજેપીના કોર્પોરેટરની ઓફિસની સામે જ બન્યો હતો. જી હા ફાયરિંગ કરી […]

Top Stories Gujarat Surat

સુરતનાં પાંડેસરાનાં તેરે નામ રોડ પર હત્યાનો બનાવ સામે આવ્યો. યુવકની સરેઆમ ગોળી મારી હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ સરેઆમ યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીઓ વરસાવનારા અસામાજીકોને પોલીશનો કોઇ ભય ન હોય તેવી રીતે ફાયરિંગ કરી હત્યા કરવાનો બનાવ પણ બીજેપીના કોર્પોરેટરની ઓફિસની સામે જ બન્યો હતો.

જી હા ફાયરિંગ કરી હત્યાની ઘટના પાંડેેસરાનાં બીજેપી કોર્પોરેટરની ગિરજા શંકર મિશ્રાની ઓફિસ સામે ઘટી હતી. સરેઆમ ફાયરિંગ કરી હત્યાની ઘટના બનતા પાંડેસરા PI સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હત્યારાઓ જોકે, પોતાનાં કામને બેખોફ રીતે અંજામ આપી ત્યાથી ફરાર થઇ ગયા હતા. પોલીસ દ્વારા તમામ પ્રકારનાં એંગલ સાથે ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.