Bhavnagar News/ ભાવનગરમાં યુવકનો સળગી જઈને આપઘાત

હેરાનગતિને કારણે યુવકને આ આપઘાત(Suicide)નું પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે

Gujarat Others
સાસરિયાઓના કથિત ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા(Suicide) કરી લીધી હોવાનું સામે આવ્યું છે

Bhavnagar News : ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયાઓના કથિત ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા(Suicide) કરી લીધી હોવાનું સામે આવ્યું છે. યુવકે જ્વલનશીલ પ્રવાહી છાંટી પોતાની જાતને આગ ચાંપી દીધી હતી, જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર દરમિયાન બે દિવસ બાદ હોસ્પિટલમાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

લાઈવ વીડિયો વાયરલ થતા ચકચાર
આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં યુવક તડફડાટ વચ્ચે આત્યંતિક પગલું ભરી રહ્યો હોવાનું નજરે પડે છે, જેને જોઈ લોકોમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ છે.

પરિવારનો ગંભીર આક્ષેપ
મૃતકના ભાઈ રાજેન્દ્ર રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવકને તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા લાંબા સમયથી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત હેરાનગતિને કારણે યુવકને આ આપઘાત(Suicide)નું પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યો છે.

કડક કાર્યવાહી કરવાની માંગ
પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે, આરોપીઓને દાખલારૂપ સજા મળવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો : પત્નીના આડા સંબંધોથી કંટાળી પતિનો આપઘાત

આ પણ વાંચો : મેઘાણીનગરમાં યુવકનો આપઘાત

આ પણ વાંચો : મહેસાણાની મર્ચન્ટ કોલેજની હોસ્ટેલમાં BSC નર્સિંગની વિદ્યાર્થિનીનો આપઘાત