Ahmedabad News/ પત્નીના આડા સંબંધોથી કંટાળી પતિનો આપઘાત

પત્નીના આડા સંબંધો અને આર્થિક છેતરપિંડીથી કંટાળી પતિએ આત્મહત્યા (Suicide)કરી હોવાનું સામે આવ્યું છે

Gujarat Ahmedabad
પત્નીના આડા સંબંધો અને આર્થિક છેતરપિંડીથી કંટાળી પતિએ આત્મહત્યા (Suicide)કરી હોવાનું સામે આવ્યું છે

Ahmedabad News : અમદાવાદના રાણીપ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે, જ્યાં પત્નીના આડા સંબંધો અને આર્થિક છેતરપિંડીથી કંટાળી પતિએ આત્મહત્યા (Suicide)કરી હોવાનું સામે આવ્યું છે.રાણીપ વિસ્તારમાં 22 માર્ચ, 2026ના રોજ 43 વર્ષીય દશરથ દેસાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત(Suicide) કર્યો હતો. ઘટનાથી પહેલાં તેમણે લગભગ 7 મિનિટનો વીડિયો બનાવી અને બે પાનાની સુસાઇડ નોટ લખી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

સુસાઇડ નોટ અને વીડિયોમાં દશરથભાઈએ પત્ની ભગવતી પર અનેક પુરુષો સાથે અનૈતિક સંબંધો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે લખ્યું હતું કે, પત્નીના મોબાઈલ કોલ ડીટેલ અને વોટ્સએપ ચેટ પરથી આ બાબતોની જાણ થઈ હતી. સાથે જ, અંદાજે ₹25 લાખ રૂપિયાની આર્થિક ગેરરીતિ અને છેતરપિંડીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

દશરથભાઈએ પોતાના અંતિમ સંદેશમાં બાળકો પ્રત્યેનો લાગણીસભર ઉલ્લેખ કરતા તેમને માફી માંગી હતી અને પોતાના પરિવારને સંભાળવાની વિનંતી કરી હતી. સાથે જ પત્ની અને અન્ય સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ વ્યક્ત કરી હતી.

મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે પત્નીએ દાગીના ગીરવે મૂકી પૈસા વેડફી નાખ્યા હતા અને સતત માનસિક ત્રાસ આપતી હતી, જેના કારણે દશરથભાઈ ભારે તણાવમાં હતા.

ઘટના બાદ રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરાર થયેલી પત્ની ભગવતીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આરોપીનો મોબાઈલ કબજે કરી ટેકનિકલ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં કેટલાક સંબંધો અને આર્થિક ગેરરીતિના તાર મળ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હાલ મૃતકના પરિવારજનોએ વીડિયોમાં ઉલ્લેખિત અન્ય લોકોની પણ ઝડપી ધરપકડ કરવાની માંગ કરી છે.

પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો : મહિલાનો બે બાળકોની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ, અન્ય બનાવમાં માતાએ 4 બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું