કચ્છનાં રાપર શહેરમાં વકીલની સરેજાહેર છરીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરનાં અગ્રગણ્ય વકિલ દેવજીભાઇ મહેશ્વરી સમી સાંજે મહેતા કોમ્પ્લેક્ષમાં રાપરનાં ધારસભ્યની ઓફિસની ઉપર આવેલી પોતાની ઓફિસમાંથી નીચે ઉતર્યા ત્યારે અજાણ્યા હુમલાખોરો દ્રારા તેના પર છરી જેવા જીવલેણ હથીયારથી ઉપરા છાપરી ઘા ઝીંકી તેમને લોહીથી લથબથ હેલતમાં ત્યાં મુકી ફરાર થઇ જવા પામ્યા હતા.
છરીનાં ઉપરા છાપરી ઘા ઝીંકાતા ગંભીર હાલતમાં અગ્રગણ્ય વકિલ દેવજીભાઇ મહેશ્વરી સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં દેવજીભાઇ મહેશ્વરીનું પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતું. ઉલ્લેખનીય છે કે અગ્રગણ્ય વકિલ દેવજીભાઇ મહેશ્વરી ઇન્ડિયન લોયર ઓસોસિયેશનનાં અધ્યક્ષ અને બામસેફ જેવી સંસ્થા સાથે પણ સંકળાયેલા હતા. જો કે, હત્યારાઓ CCTVમાં કેદ થઇ ગયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે.
રાપરમાં ધારાસભ્યના કાર્યાલયની નીચે સરેજાહેર વકીલની હત્યાના બનાવથી લોકોમાં ભારે રોષ જોવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલામાં વધુ તપાસ હાથ ધરી, હત્યારાઓને ઝબ્બે કરવા માટે કવાયત હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જામનગરમાં પણ એક વકિલની આવી રીતે જ છરીનાં જાહેરમાં ઘા મારી હત્યા કરવામાં આવી હતી, ત્યારે ફરી એક વખત વકિલની જાહેરમાં ગુડાતત્વો દ્વારા હત્યા કરવામાં આવતા રાજ્યભરનાં વકિલ બેડામાં ભારે રોષ જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
