CM Bhupendra Patel Dwarka Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જગતમંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ ભગવાનના ચરણોમાં વંદન કરી સમગ્ર રાજ્યના નાગરિકોના સર્વાંગી કલ્યાણ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.

શાસ્ત્રોક્ત વિધિથી કર્યું પાદુકા પૂજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકાધીશ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. તેમણે સંપૂર્ણ ભક્તિભાવ સાથે ભગવાનનું પાદુકા પૂજન પણ કર્યું હતું. મંદિર પરિસરમાં હાજર અન્ય દર્શનાર્થીઓએ જ્યારે મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું, ત્યારે તેમણે પણ સૌને સ્મિત સાથે ‘જય દ્વારકાધીશ’ પાઠવ્યા હતા.

વહીવટી તંત્ર દ્વારા CM Bhupendra Patelનું કરાયું સન્માન
દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને ભગવાન દ્વારકાધીશનું ઉપરણું, મંદિરની સુંદર પ્રતિકૃતિ, ફૂલ-પ્રસાદ અને તુલસીમાંથી નિર્મિત ‘અનુગ્રહમ’ અગરબત્તી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિ
આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, અગ્રણી મયુર ગઢવી સહિતના સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં
