Not Set/ રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા ભુપત બોદર, કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા, ઉપપ્રમુખ સવિતાબેન મકવાણા

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પદાધિકારીઓના નામની જાહેરાત થાય તેની રાહ જોવાતી હતી. જોકે આજે આ આતુરતાનો અંત આવી ગયો છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કસ્તુરબાધામ ત્રંબાથી ચૂંટાયેલા ભુપતભાઈ બોદરનું

Gujarat Rajkot

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પદાધિકારીઓના નામની જાહેરાત થાય તેની રાહ જોવાતી હતી. જોકે આજે આ આતુરતાનો અંત આવી ગયો છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કસ્તુરબાધામ ત્રંબાથી ચૂંટાયેલા ભુપતભાઈ બોદરનું નામ જાહેર થયું છે, ઉપપ્રમુખનો હોદ્દો જસદણની પીપરડી સીટ પરથી વિજેતા થનાર સવિતાબેનને મળ્યો છે.

જ્યારે કારોબારી ચેરમેન તરીકે ગોંડલની કોલીથડ સીટ પરથી જીતેલા સહદેવસિંહ જાડેજાના નામની જાહેરાત થઈ છે. પાર્લામેન્ટ બોર્ડના આ નિર્ણયની જાહેરાત મનસુખભાઇ ખાચરીયાએ કરી હતી. ત્રણેય સભ્યો  સવારે ૧૧.૩૦ કલાકે ડીડીઓ સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરશે.

ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે ઉપલેટાની મોટી મારડ બેઠક પરથી ચૂંટાયેલા વિરલભાઈ પ્રફુલભાઈ પનારા, દંડકના પદે લોધિકા પારડી સીટના સભ્ય અલ્પાબેન મુકેશભાઈ તોગડીયાના નામની ભાજપે જાહેરાત કરી છે. આ દરમિયાન કોંગ્રેસ તરફથી કોઈ નામ નહીં મુકવામાં આવે. જેથી બુધવારે કલેકટરની અધ્યક્ષતામાં ચૂંટણી થશે જેમાં પ્રમુખ – ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાઈ જશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…