બાકરોલ ગામનો વિકાસ કરવાનાં નામે બાકરોલ ગ્રામ પંચાયતને આણંદ નગરપાલિકામાં ભેળવી દેવાયાનાં ૧૩ વર્ષ બાદ પણ બાકરોલ ગામનો કોઈ વિકાસ કરવામાં નહી આવતા તેમજ બાકરોલ ગામનાં વિકાસને રુંધવાનો પ્રયાસ કરતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ પ્રવર્તિ રહ્યો છે, જેને લઈને બાકરોલને નગરપાલિકામાંથી છુટુ પાડીને ફરીથી ગ્રામ પંચાયત આપવા ગ્રામજનોએ માંગ કરી છે, બાકરોલ ગામને આણંદ પાલિકામાંથી છુટુ પાડવાની માંગ સાથે ગ્રામજનોએ પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો
આજથી ૧૩ વર્ષ પૂર્વે વર્ષ ૨૦૦૪ માં બાકરોલ ગામનો વિકાસ કરવાનાં નામે ગામને આણંદ નગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યું હતું, પરંતુ બાકરોલનો આણંદ પાલિકામાં સમાવેશ કર્યાનાં ૧૩ વર્ષ બાદ પણ ગ્રામ પંચાયતનો કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી, બાકરોલનાં ગ્રામજનો પાસેથી માત્ર કરવેરા ઉધરાવવામાંજ આણંદ નગરપાલિકાનાં સત્તાધીસોને રસ હોય તેમ કરવેરા ઉધરાવ્યા બાદ પણ પાલિકાનો કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી,જેનાં કારણે બાકરોલ ગામનો વિકાસ ખોંરભે પડયો છે,
બાકરોલ ગામને આણંદ પાલિકામાં સમાવેશ કર્યાનાં ૧૩ વર્ષ બાદ પણ આણંદ પાલિકા દ્વારા બાકરોલ ગામને સ્વિકારવામાં આવ્યું ના હોય તેમ આજે પણ ઈ-ધારાનાં રેકર્ડ પર સાત બારનાં ઉતારાઓમાં બાકરોલ ગામ તરીકે ઉલ્લેખ થાય છે,તેમજ મહેસુલી રાહે પણ બાકરોલને મામલતદાર ગ્રામ્ય કચેરીનાં હસ્તક રાખવામાં આવેલ છે, રેકર્ડ પર પણ બાકરોલ ગામને આણંદ શહેરમાં દર્સાવવામાં આવ્યું નથી તો પછી બાકરોલ ગામને આણંદ શહેરમાં ભેળવવાનો કોઈ મતલબ રહેતો નથી.
બાકરોલ ગામનો વિકાસ રુંધાતા ગ્રામજનો તેમજ એનઆરઆઈ નાગરીકો દ્વારા બાકરોલ ગામને આણંદ નગરપાલિકામાંથી છુટુ પાડીને બાકરોલ ગ્રામપંચાયત ફરીથી સ્થાપીત કરવા માંગ કરવામાં આવી છે,અને બાકરોલની ગામ તરીકેની સ્વતંત્ર ઓળખ જળવાઈ રહે તે માટે બાકરોલ ગામને પાલિકામાંથી છુટુ પાડવા માટે અને બાકરોલ ગ્રામ પંચાયતને પુનઃસ્થાપિત કરવા માટે ગ્રામજનો દ્વારા આંદોલન છેડવાની તૈયારીઓ આરંભવામાં આવી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
