Amreli News/ અમરેલીમાં કારમાં ફસાઈ જતાં ચાર બાળકોના ગૂંગળામણથી મોત

અમરેલીમાં નવા વર્ષના દિવસે જ કરુણાંતિકા સર્જાઈ છે. અમરેલી તાલુકાના રાધિયા ગામ પાસે વાડી વિસ્તારમાં ચાર બાળકો રમતા-રમતા કારમાં બેસી જતા અને રમત-રમતમાં કાર લોક કરી દેતા તેમના ગૂંગણામણના લીધે મોત નીપજ્યા છે.

Gujarat Top Stories Rajkot Breaking News

Amreli News: અમરેલીમાં નવા વર્ષના દિવસે જ કરુણાંતિકા સર્જાઈ છે. અમરેલી તાલુકાના રાધિયા ગામ પાસે વાડી વિસ્તારમાં ચાર બાળકો રમતા-રમતા કારમાં બેસી જતા અને રમત-રમતમાં કાર લોક કરી દેતા તેમના ગૂંગળામણના લીધે મોત નીપજ્યા છે. નવા વર્ષના દિવસે રમતા બાળકોએ ચાવી વડે કાર ખોલી અને બેસી ગયા. કાર લોક થઈ જતાં ચારેયના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા.

ઘટના સમયે માતા-પિતા અન્ય વિસ્તારમાં કામે ગયા હતા. આ બનાવના સમાચાર ફેલાતા સમગ્ર અમરેલીમાં ચકચાર મચી ગઈ છે. 2જી નવેમ્બરનો દિવસ અમરેલીના પરિવાર માટે આફત બની ગયો હતો. અમરેલી તાલુકાના રાંધિયા ગામની વાડી વિસ્તારમાં કારમાં રમતા રમતા 2 છોકરીઓ અને 2 છોકરાઓના મોત થયા છે.

આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના પરિવાર માટે 2જી નવેમ્બરે એટલે કે વિક્રમ સંવત 2081ના બીજા દિવસે મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાના રાંધીયા ગામ પાસે વાડી વિસ્તારમાં કારમાં 4 બાળકો રમતા હતા. દરમિયાન કારનો દરવાજો બંધ હોવાથી એક જ પરિવારના ચાર બાળકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે. અહીં તે મજૂરી અર્થે આવેલો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ અમરેલી:હિંસક પ્રાણીના હુમલામાં બે બાળકના મોત બે ઘટનામાં બાળકોના શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યા લીલીયામાં 5 વર્ષના બાળકને સિંહણે મોતને ઘાટ ઉતાર્યો સાવરકુંડલાના કરજાળામાં દિપડાએ બાળકને મારી નાખ્યો સિંહણને 

આ પણ વાંચોઃ અમરેલી : રાજુલાના માંડરડી ગામમાં બની દુઃખદ ઘટના, PGVCLનો વાયર પડતા 5 વર્ષના બાળકનું થયું મોત

આ પણ વાંચોઃ અમરેલી:કુવામાં ડૂબી જવાથી બે બાળકોના મોત જાફરાબાદના લુણસાપુર ગામની ઘટના કુવામાં 2 બાળકો નાહવા પડતા મોત અવાવરૂ પાણી ભરેલા કુવામાં પડતાં મોત બંનેના મૃતદેહો બહાર