Not Set/ મોદી સરકારે બનાવ્યુ નવુ મંત્રાલય, જાણો શું છે નામ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે યોજાનારી તેમની કેબિનેટ વિસ્તરણ પૂર્વે એક નવુ મંત્રાલય બનાવ્યુ છે. જેનુ નામ મિનિસ્ટ્રી ઓફ કો-ઓરપેશન છે.

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે યોજાનારી તેમની કેબિનેટ વિસ્તરણ પૂર્વે એક નવુ મંત્રાલય બનાવ્યુ છે. જેનુ નામ મિનિસ્ટ્રી ઓફ કો-ઓરપેશન છે. મોદી સરકાર આ મંત્રાલય દ્વારા પોતાના ‘સહકારથી સમૃદ્ધિ’ નાં દ્રષ્ટિને સાકાર કરશે. આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે એક અલગ વહીવટી, કાયદાકીય અને નીતિગત માળખુ પ્રદાન કરશે.

બિહાર / તેજ પ્રતાપ યાદવની અચાનક લથડી તબિયત, શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ

કેબિનેટ વિસ્તરણ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેેન્દ્ર મોદીએ એક નવું મંત્રાલય બનાવ્યું છે, જેને મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન નામ આપવામાં આવ્યું છે. જો કે, આ મંત્રાલયનું શું કામ હશે અને આ મંત્રાલયની જવાબદારી કોને સોંપવામાં આવશે, તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.  મંત્રાલય સહકારી સમિતિઓ માટે ‘ધંધામાં સરળતા’ એટલે કે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની પ્રક્રિયાઓને સરળ બનાવશે. તે મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ્સ (એમએસસીએસ) નાં વિકાસમાં સુધારણા માટે પણ કામ કરશે. કેન્દ્ર સરકારે કોમ્યુનિટી આધારિત વિકાસલક્ષી ભાગીદારી પ્રત્યેની પોતાની ઉંડી પ્રતિબદ્ધતાનો સંકેત આપ્યો છે. સહકારી મંડળ માટે અલગ મંત્રાલયની રચના પણ નાણાંનમત્રી દ્વારા કરવામાં આવેલી બજેટની ઘોષણાને પૂર્ણ કરે છે.

Tokyo Olympics / ગોલ્ફર ઉદયન માને ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આપને જણાવી દઈએ કે, મોદી કેબિનેટનું વિસ્તરણ બુધવારે સાંજે થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે સાંજે 6 વાગ્યે વડા પ્રધાન મોદી તેમના મંત્રીમંડળનો વિસ્તાર કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે સાંજે 20 થી વધુ સંસદસભીઓ પદ અને ગોપનિયતાનાં શપથ લઈ શકે છે. મોદી કેબિનેટનાં વિસ્તરણમાં તમામ રાજ્યોને પ્રતિનિધિત્વ આપવામાં આવશે. એવી અપેક્ષા છે કે ઘણા નવા ચહેરાઓને પણ કેબિનેટમાં તક મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ઘણા યુવા ચહેરાઓને આ બાબતમાં પ્રાધાન્ય આપવામાં આવશે, જેના કારણે કેબિનેટની સરેરાશ ઉંમર ઘણી ઓછી થઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટ વિસ્તરણ દ્વારા મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવી રહ્યું છે.