ગુરુવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પુણેના મેયરે પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. મેયરે જણાવ્યું હતું, મળતી માહિતી મુજબ અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને આગને કાબૂમાં લેવામાં આવી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ આદાર પુનાવાલા એ ટ્વિટ કરીને અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃત્યુ પામનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટમાં કહ્યું કે અમને દુ:ખદ સમાચાર મળ્યા છે. દુર્ભાગ્યે આ ઘટનામાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોના પરિવારજનો પ્રત્યેની અમારી સંવેદના.

High Court / આ કારણથી અશાંતધારાના નવા નોટિફિકેશન પર હાઇકોર્ટનો સ્ટે
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નમ્રતા પાટિલે કહ્યું કે આગ સીરમ ઇન્સ્ટિટ્યૂટના પ્રાંગણમાં સ્થિત સેઝ 3 મકાનના ચોથા અને પાંચમા માળે બપોરના 3 વાગ્યે લાગી હતી. તેમણે કહ્યું, ‘ત્રણ લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં બિલ્ડિંગમાંથી ધુમાડો જોવા મળી રહ્યો છે. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ‘એક બિલ્ડિંગ પરિસરમાં આગ લાગી,અમે ઘટના સ્થળે ફાયર એન્જિનો મોકલ્યા છે. ”

Rajkot / CM રૂપાણીની રાજ્યના 200 જેટલા ઉદ્યોગકારો-વેપારીઓ સાથે ખાનગી મિટિંગ , આશ્ચર્ય
અધિકારીએ જણાવ્યું હતું કે આગના કારણો અંગે હજી સુધી જાણકારી મળી નથી. કોવિડ -19 ના દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ માટેની ‘કોવિશિલ્ડ’ રસી સીરમ સંસ્થાના જ મંજરી કેન્દ્રમાં બનાવવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે સીરમ સેન્ટરના નિર્માણ હેઠળના સ્થળનો એક ભાગ છે અને તે કોવિશિલ્ડ બાંધકામ એકમથી એક કિમી દૂર છે, તેથી આગને કોવિશિલ્ડના બાંધકામને અસર થઈ નથી.

Covid-19 / રાજ્યમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે રાજ્ય સરકારે આગની તપાસના આદેશ આપ્યા છે. પવારે કહ્યું, “મેં આ ઘટના વિશે પુણે મહાનગરપાલિકા પાસેથી માહિતી મેળવી છે અને મને આ ઘટનાની વિસ્તૃત તપાસ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.” તેમણે કહ્યું કે આગને કારણે ત્યાં રસી બનાવવાની પ્રક્રિયા પર કોઈ અસર થઈ નથી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્થાનિક વહીવટને આગને કાબૂમાં લાવવા જણાવ્યું છે. તેમની ઓફિસે કરેલા એક ટ્વિટમાં તેમણે કહ્યું કે તેઓ પુણે મ્યુનિસિપલ કમિશનરના સંપર્કમાં છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
