Not Set/ હું રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છું, માફી તો નહી જ માંગુ : રાહુલ ગાંધી

રાજધાની દિલ્હીનાં રામલીલા મેદાનમાં કોંગ્રેસની ‘ભારત બચાવો રેલી’માં રાહુલ ગાંધીએ નોટબંધી પર મોદી સરકારને ઘેરી હતી. કોંગ્રેસનાં સાંસદે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા છેલ્લા 6 વર્ષોમાં સૌથી નીચા સ્તરે છે. જીડીપીનો વિકાસ દર 4 ટકા છે, તે પણ ત્યારે જ્યારે (ભાજપ) જીડીપી માપવાની રીતને બદલી દીધી છે. જો જીડીપી અગાઉની પદ્ધતિ પ્રમાણે માપવામાં આવે તો તે […]

Top Stories India

રાજધાની દિલ્હીનાં રામલીલા મેદાનમાં કોંગ્રેસની ‘ભારત બચાવો રેલી’માં રાહુલ ગાંધીએ નોટબંધી પર મોદી સરકારને ઘેરી હતી. કોંગ્રેસનાં સાંસદે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા છેલ્લા 6 વર્ષોમાં સૌથી નીચા સ્તરે છે. જીડીપીનો વિકાસ દર 4 ટકા છે, તે પણ ત્યારે જ્યારે (ભાજપ) જીડીપી માપવાની રીતને બદલી દીધી છે. જો જીડીપી અગાઉની પદ્ધતિ પ્રમાણે માપવામાં આવે તો તે માત્ર 2.5 ટકા ની હશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી દેશનાં યુવાનો પાસે પૈસા ન હોય ત્યાં સુધી દેશનું અર્થતંત્ર આગળ વધી શકશે નહીં.

પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ સાવરકરને લઇને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સંસદમાં મને યોગ્ય હોવા બદલ માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું. હું તેમને કહી દઉં કે મારું નામ રાહુલ ગાંધી છે, સાવરકર નથી, હું ક્યારેય સત્ય માટે માફી માંગીશ નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ તરફથી કોઈ માફી માંગશે નહીં, પીએમ મોદીએ જે કર્યું છે તેના માટે તેઓએ રાષ્ટ્રની માફી માંગવી જોઈએ. તેમના સહાયક અને ગૃહ મંત્રી અમિત શાહે પણ દેશની માફી માંગવી જોઈએ.

ભારત બચાવો રેલીમાં કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે ટીવી જોશો, તેના પર આવતો 30 સેકંડનો પ્રચાર લાખોની કિંમતનો હોય છે. નરેન્દ્ર મોદી દરરોજ ટીવી પર જોવા મળે છે, તે પૈસા ક્યાંથી આવે છે? આ પૈસા તે લોકો તેમને આપી રહ્યા છે જેને નરેન્દ્ર મોદી તમારા પૈસા આપી રહ્યા છે. નાગરિકતા સુધારણા બિલ અંગેનાં વિરોધ માટે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પણ પ્રહાર કર્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું ,કે જનતા આજે દેશની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. તેઓ (પીએમ મોદી) જમ્મુ-કાશ્મીરમાં, પૂર્વોત્તર રાજ્યોમાં ધર્મનાં નામે લોકોને વહેંચવાનું કામ કરી રહ્યા છે. આસામ, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ જાઓ અને જુઓ કે નરેન્દ્ર મોદીએ ત્યાં શું કર્યું છે. તેઓએ તે વિસ્તારોને ખતમ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.