વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 23.37 થયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 47.8 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 6.22 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. શુક્રવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસો અને મૃત્યુઆંક અનુક્રમે 233,703,468 અને 4,782,043 છે. વળી ભારતમાં કોરોનાનાં કેસમાં સતત ઉતાર-ચઢાવ યથાવત છે.
આ પણ વાંચો – Political / પંજાબમાં એકવાર ફરી All is not Well, કેપ્ટન રમી શકે છે મોટો દાવ
કોરોના વાયરસનાં કેસ ફરી એકવાર વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભારતમાં તહેવારોનો સમય આવી ગયો છે અને વહીવટીતંત્ર ચિંતિત છે કે આવા સમયે કોરોનાનાં કેસો ફરી એકવાર વધી શકે છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 27,727 કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોનાનાં 23 હજાર કેસ નોંધાયા હતા અને તે પહેલા બે દિવસ માટે 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. જોકે ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા હજુ 3 લાખથી નીચે છે, પરંતુ દરરોજ વધતા જતા કેસોએ પણ ચિંતામાં વધારો કર્યો છે. અત્યારે દેશમાં કોરોનાનાં 2,75,224 કેસ છે. આ 196 દિવસનાં સૌથી ઓછા એક્ટિવ કેસ છે. બીજી બાજુ, જો આપણે રિકવરી રેટ વિશે વાત કરીએ, તો દેશમાં હાલમાં 97.86 ટકાનો રિકવરી રેટ છે. માર્ચ 2020 પછી આ સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 28, 246 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં કુલ 3,30,43,144 લોકો કોરોનાથી ઠીક થયા છે. જણાવી દઇએે કે, આજે કેેરળમાં 15,914 કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં 122 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Out of 26,727 new #COVID19 cases and 277 deaths across India, 15,914 cases and 122 deaths were reported in Kerala yesterday.
— ANI (@ANI) October 1, 2021
આ પણ વાંચો – નવા નિયમો / ચેક બુકથી લઇને પેન્શન સુધી આજે બદલાઇ જશે નિયમ, જાણો કયા થશે ફેરફાર
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ તો, તે હજુ પણ ત્રણ ટકાથી ઓછો છે. પોઝિટિવિટીનો રેટ 98 દિવસમાં સૌથી ઓછો 1.70 ટકા છે. વળી, દૈનિક પોઝિટિવિટી રેટ પણ 1.76 ટકા રહ્યો છે. આ 32 દિવસમાં સૌથી ઓછો છે. આ સિવાય કોરોનાથી રક્ષણ આપવા માટે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 57.04 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેના બુલેટિનમાં રસીકરણ સંબંધિત મહત્વની માહિતી પણ આપી છે. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ 89,02,08,007 લોકોને કોવિડ રસીની પ્રથમ અથવા બીજી માત્રા આપવામાં આવી છે. તેમાંથી, છેલ્લા 24 કલાકમાં 64,40,451 ડોઝ આપવામાં આવ્યા હતા.
