High Court/ આ કારણથી અશાંતધારાના નવા નોટિફિકેશન પર હાઇકોર્ટનો સ્ટે

રાજય સરકાર દ્વારા હાલમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકાટમાં સામાજીક સંતુલન અને સદભાવ બનાવી રાખવા માટે રાજકોટના અનેક વિસ્તારોમાં ગુજરાત  અશાંત ધારો 1991 લાગુ કર્યો છે.અમદાવાદ,

Top Stories Gujarat
1

રાજય સરકાર દ્વારા હાલમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકાટમાં સામાજીક સંતુલન અને સદભાવ બનાવી રાખવા માટે રાજકોટના અનેક વિસ્તારોમાં ગુજરાત  અશાંત ધારો 1991 લાગુ કર્યો છે.અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં ચોકકસ કામ દ્વારા બહુમતી વસ્તી આવા વિસ્તારોમાં મિલ્કત ખરીદીને જે સ્થિતિ ઉભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો તેની સામે આ કાનૂન લાગુ કરાયો હતો. 35 વર્ષ પુર્વે બનેલી ઘટનાઓના આધારે આ કાનૂન લાગૂ કરવામાં આવી રહ્યો છે જે લોકોના મૂળભૂત અધિકારોનો પણ ભંગ ગણાવતા હાઈકોર્ટ દ્વારા આ ધારાના નવા નોટીફીકેશન બહાર પાડવા પર પ્રતિબંધ મૂકવામાં છે. જો અગાઉ જે નોટીફીકેશન બહાર પડી ગયા છે તેને તે લાગુ પડે છે કે કેમ તે આ અંગે હજુ અવઢવ પ્રવર્તમાન છે.

Rajkot / CM રૂપાણીની રાજ્યના 200 જેટલા ઉદ્યોગકારો-વેપારીઓ સાથે ખાનગી મિટિંગ , આશ્ચર્ય

અરજદારોએ ગુજરાત હાઈકોર્ટ ‘સ્ટે’ આપીને આ ધારાથી ધર્મના આધારે ભાગલા પાડવા અને સમાનતા મૂળભૂત અધિકાર ભંગ, સમાન ગણાવી તેના અમલ સામે દાદ માંગી હતી. આ ધારો અમદાવાદ ઉપરાંત વડોદરામાં પણ લાગુ છે અને રાજય સરકારે તેમાં વર્તમાન સ્થિતિ જોતા રાજકોટના નહેરુનગર સહિતના ક્ષેત્રોમાં પણ લાગુ કરવાની જાહેરાત કરી હતી તથા તેનો તાત્કાલીક અમલ પણ શરુ કરી દીધો હતો તથા તેના આધારે જીલ્લા રજીસ્ટર કચેરી દ્વારા આ ધારા હેઠળ આવતા દસ્તાવેજોની નોંધણી પણ અટકાવી હતી.ગુજરાત હાઈકોર્ટમાં જમીયત-ઉલેમા-બે હિન્દ દ્વારા હાઈકોર્ટમાં આ ધારાની કાયદેસરતાને પડકારવામાં આવી હતી અને સરકારના પ્રતિબંધો ગેરવ્યાજબી હોવાનો દાવો કરાયો હતો. ગુજરાતમાં 1985 બાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેમાં બે સમુદાય વચ્ચે ટકકર ન વધે અને કોમી અખલાસ જળવાઈ રહે તે હેતુથી જ આ ધારો ઘડીને લાગુ કરાયો છે. જેનાથી સમગ્ર મહાનગર કે જેને વિસ્તારમાં શાંતિ જળવાય રહે તેવો હેતુ રહેલો છે.

PM Modi / PM મોદી 23મી એ કલકતામાં, નેતાજીની યાદમાં સ્મારક, સિક્કો, સ્ટેમ્પ અને પુસ્તક બહાર પાડશે

રાજય સરકાર દ્વારા જે તે સમયે મર્યાદીત સમય માટે આ ધારો લાગુ કરાયો છે, અને વખતોવખત નોટીફીકેશનથી તેની મુદત વધારવામાં આવી રહી છે તથા નવા વિસ્તારો પણ ઉમેરવામાં આવી રહ્યા છે જે સરકારે ગત વર્ષ અશાંતધારામાં જે સુધારો કર્યો છે તે અચોકકસ મુદતનો છે અને કાયમી લાગુ કરાયો છે તેવી દલીલ કરવામાં આવી હતી અને આક્ષેપ કરાયો કે ખુદ રાજય સરકાર જ જાતિઓનું ધ્રુવીકરણ કરી રહી છે. ધર્મ અને વિપરીતતાનો ઉદેશ કાયમી બનાવવા જઈ રહી છે.

Political / લો બોલો…પ્રિયંકા ગાંધીના સંઘર્ષગાથા રજુ કરતા કેલેન્ડર બહાર પડ્યા,યુપીના દરેક ગામડામાં મોકલાશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…