Not Set/ ગીરના જંગલમાં ટપોટપ મરતા સિંહ, 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12ના મોત

ગીર, ગુજરાતની શાન સમા સિંહની ગીરના જંગલમાં ચિંતા ભરી સ્થિતી દેખાઇ રહી છે. છેલ્લા 11 દિવસમાં 12 સિંહોના મોત થયા છે. અમરેલીના ધારી નજીક પૂર્વ ગીર વિસ્તારમાં 6 સિંહ બાળ સહિત 12 સિંહોના 11 દિવસમાં મોત થયા છે. સરકાર ઘોર નિંદ્રામાં ઉંઘે છે અને ટપોટપ સિંહો મરે છે. વનવિભાગે આજે સતાવાર જાહેરાત કરી હતી કે […]

Top Stories Videos

ગીર,

ગુજરાતની શાન સમા સિંહની ગીરના જંગલમાં ચિંતા ભરી સ્થિતી દેખાઇ રહી છે. છેલ્લા 11 દિવસમાં 12 સિંહોના મોત થયા છે. અમરેલીના ધારી નજીક પૂર્વ ગીર વિસ્તારમાં 6 સિંહ બાળ સહિત 12 સિંહોના 11 દિવસમાં મોત થયા છે.

સરકાર ઘોર નિંદ્રામાં ઉંઘે છે અને ટપોટપ સિંહો મરે છે. વનવિભાગે આજે સતાવાર જાહેરાત કરી હતી કે 12 સિંહોના મોત થયા છે. ગીરપૂર્વની દલખાણીયા રેન્જમાં જ છેલ્લા 11 દિવસ દરમિયાન 12 સાવજોનાં મોત થયાની ઘટના બહાર આવતા હાહાકાર મચ્યો છે. સાવજોની રક્ષામાં નિષ્ફળ વન અધિકારીઓએ સાવજોના મોતની આ ઘટના છુપાવવા તનતોડ પ્રયાસ કર્યો હતો જે ઘણી શંકા ઉપજાવે છે.