Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પ ભાગ લેશે વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં : વ્હાઈટ હાઉસ

વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતાં મહિને દાવોસમાં થનારી વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં હાજરી આપશે. વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે જણાવ્યું હતું કે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન પણ રાષ્ટ્રપતિ સાથે જશે. આ વર્લ્ડ ઇકોનોમી ફોરમ દર વર્ષે યોજાઈ છે. આવતાં મહિને 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2019 સુધી આ વર્લ્ડ ઇકોનોમી […]

Top Stories World

વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતાં મહિને દાવોસમાં થનારી વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં હાજરી આપશે. વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે જણાવ્યું હતું કે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન પણ રાષ્ટ્રપતિ સાથે જશે.

વર્લ્ડ ઇકોનોમી ફોરમ દર વર્ષે યોજાઈ છે. આવતાં મહિને 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2019 સુધી આ વર્લ્ડ ઇકોનોમી ફોરમની વાર્ષિક મીટીંગ સ્વીત્ઝરલૅન્ડમાં દાવોસ – ક્લોસ્ટર્સમાં યોજાવાની છે.

સ્વિસ સ્કી રીઝોર્ટમાં થનારી ચર્ચામાં યુએસ અગ્રણી નેતાઓની યાદીમાં ટ્રમ્પની દીકરી ઇવાન્કા પણ શામેલ છે. આ યાદીમાં ટ્રમ્પનાં એડવાઇઝર અને જમાઈ પણ શામેલ છે. આ સિવાય સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક, સેક્રેટરી ઓફ કોમર્સ રોઝ પણ શામેલ છે. આ દરેક યુએસ અગ્રણી નેતાઓ ટ્રમ્પ સાથે વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં ભાગ લેશે.

આ બીજી વખત હશે જયારે રીપબ્લીકન પ્રેસિડેન્ટ દાવોસમાં મીટીંગમાં હાજરી આપશે.