બાંગ્લાદેશ ફાયર ફોર્સના ડેટા અનુસાર 2004 અને 2018 ની વચ્ચે નોંધાયેલા આગના 89,923 કેસોમાં 1,970 લોકોનાં મોત થયાં છે.
ફેક્ટરીઓમાં સુરક્ષાની સ્થિતિ શંકાસ્પદ છે. જેને લઈને બાંગ્લાદેશ તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય તપાસનો સામનો કરી રહ્યું છે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રવિવારે એક કારખાનામાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત નીપજ્યાં છે. એવું માનવામાં આવે છે કે આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હતી. ગયા અઠવાડિયે પણ પાટનગરની હદમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગવાથી 17 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
ફાયર વિભાગે જણાવ્યું કે, રાજધાની નજીકના ગાઝીપુરમાં ઇલેક્ટ્રિક પંખાની ફેક્ટરીમાં સાંજે 5.45 વાગ્યે આગ લાગી હતી અને આ બિલ્ડિંગમાંથી 10 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
અગ્નિશામકો અને નાગરિક સંરક્ષણ વિભાગના વડા દેવાશીષ બર્ધને કહ્યું, “ત્રણ માળની બિલ્ડિંગમાં લોખંડની છત છે અને બિલ્ડિંગમાં બહાર નીકળવા માટે એક જ માર્ગ છે. જો ફેક્ટરી પાસે ફાયર લાઇસન્સ નથી, તો સ્પષ્ટ છે કે ફેક્ટરી ગેરકાયદેસર છે.” તેમણે કહ્યું કે આગને કાબૂમાં લેવામાં આવ્યા બાદ ફાયર કર્મચારીઓને બીજા માળે 10 મૃતદેહો મળ્યા હતા. જોકે, અન્ય કોઇ ઇજાઓ થવાના સમાચાર નથી.
બાંગ્લાદેશમાં ઔદ્યોગિક એકમોમાં આગ અથવા જીવલેણ અકસ્માતો સામાન્ય છે. ફેક્ટરીઓમાં સુરક્ષાની સ્થિતિ શંકાસ્પદ છે. જેને લઈને બાંગ્લાદેશ તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય તપાસનો સામનો કરી રહ્યું છે. જો કે, એવું લાગે છે કે વહીવટ આવી ધમકીઓને ઘટાડવામાં નિષ્ફળ ગયો છે. બાંગ્લાદેશ ફાયર ફોર્સના ડેટા અનુસાર 2004 અને 2018 ની વચ્ચે નોંધાયેલા આગના 89,923 કેસોમાં 1,970 લોકોનાં મોત થયાં. ગયા અઠવાડિયે, રાજધાનીની સીમામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી આગમાં 17 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
