કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવેદન પર જવાબ આપતા મોટી વાત કહી હતી. ગુલામ નબી આઝાદે કહ્યું, ‘પીએમ મોદી કહે છે કે આ પ્રકારની હિંસા પાછળ કોંગ્રેસનો હાથ છે. જો કોંગ્રેસ આવી હિંસા ભડકાવવામાં સક્ષમ હોત, તો તમે સત્તામાં હોત નહીં. આવા આક્ષેપો પાયાવિહોણા છે અને હું આની નિંદા કરું છું. ગુલામ નબી આઝાદે કહ્યું કે, આવી હિંસા માટે માત્ર શાસક પક્ષ, વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને તેમનું મંત્રીમંડળ જ જવાબદાર છે.
આઝાદે જણાવ્યું હતું કે, પોલીસ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીનાં કુલપતિની પરવાનગી વિના કેમ્પસમાં પ્રવેશ કરી શકતી નહીં. જો તેમને મંજૂરી નહોતી, તો કેન્દ્ર સરકાર હેઠળ આવતી પોલીસે પરિસરમાં કેવી રીતે પ્રવેશ કર્યો? અમે તેની નિંદા કરીએ છીએ. આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ.
Ghulam Nabi Azad,Congress on Jamia Millia Islamia: Police can't enter into university premises without permission of Vice Chancellor. If they weren't permitted,how did Police, which comes under Central govt,enter into the campus? We condemn it. There should be a judicial inquiry. pic.twitter.com/CMe1Jehszr
— ANI (@ANI) December 16, 2019
કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદે રવિવારે દિલ્હીમાં જામિયા મિલિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા હિંસક અથડામણ માટે કેન્દ્ર સરકારને દોષી ઠેરવ્યા છે, જેમાં CAA વિરુદ્ધ દેશવ્યાપી દેખાવો પણ સામેલ છે. મોદી 2.0 સરકારને ‘અસલી ગુનેગાર’ ગણાવતાં આઝાદે કહ્યું કે, સરકારે સંસદમાં ‘ગેરબંધારણીય’ બિલ પસાર કરીને પરિણામની ચિંતા કર્યા વિના કાયદો ઘડ્યો. સીએએનાં વિરોધમાં પશ્ચિમ બંગાળનાં આસામમાં ફેલાયેલી આગે હવે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત દિલ્હીને ઘેરી લીધી છે.
આઝાદે કહ્યું, ‘વાઇસ ચાન્સેલરની પરવાનગી લીધા વિના પોલીસ કોઈ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ કરી શકે નહીં. જો પોલીસને મંજૂરી ન હોતી, તો કેન્દ્ર સરકાર હેઠળની દિલ્હી પોલીસ આ પરિસરમાં કેવી રીતે પ્રવેશ કરી શકે? અમે પોલીસની આ અનધિકૃત કાર્યવાહીની નિંદા કરીએ છીએ અને ન્યાયિક તપાસની માંગ પણ કરીએ છીએ. ‘
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
