Asia Cup/ ભારતે ઇન્ડોનેશિયાને 16-0થી હરાવી સુપર 4માં ક્વોલિફાય,પાકિસ્તાન બહાર

ભારત અને પાકિસ્તાન બંને ગ્રુપ Aમાં જાપાન પાછળ ચાર પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને હતા, પરંતુ વધુ સારા ગોલ તફાવત (1)ના આધારે ભારત સુપર 4 માટે ક્વોલિફાય થયું હતું

Top Stories Sports

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે યજમાન ઈન્ડોનેશિયાને 16-0થી હરાવી એશિયા કપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો છે. ઈન્ડોનેશિયા સામેની જોરદાર જીતે ભારતને માત્ર ટુર્નામેન્ટના નોકઆઉટ તબક્કામાં જ નહીં, પણ પાકિસ્તાન માટેના દરવાજા પણ બંધ કરી દીધા. ભારત અને પાકિસ્તાન બંને ગ્રુપ Aમાં જાપાન પાછળ ચાર પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને હતા, પરંતુ વધુ સારા ગોલ તફાવત (1)ના આધારે ભારત સુપર 4 માટે ક્વોલિફાય થયું હતું.

પ્રથમ મેચમાં ડ્રો અને બીજી મેચમાં હાર બાદ, ભારતને અંતિમ ચારમાં પહોંચવા માટે ઇન્ડોનેશિયાને 15-0 કે તેથી વધુના માર્જિનથી હરાવવું જરૂરી હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે દીપસન તિર્કીએ પાંચ ગોલ કર્યા હતા, જ્યારે સુદેવ બેલીમાગાએ ત્રણ ગોલ કર્યા હતા.જીબીકે એરેના ખાતે ગુરુવારે રમાયેલી મેચમાં ભારતે ઈન્ડોનેશિયા પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું હતું. આ મેચમાં ભારતે 36 વખત ગોલ ફટકાર્યો હતો, જ્યારે ઈન્ડોનેશિયાની ટીમ માત્ર એક જ વખત ભારતના ગોલ સુધી પહોંચી શકી હતી.સમગ્ર મેચમાં ભારતને 21 પેનલ્ટી કોર્નર મળ્યા, જેમાંથી ભારતને આઠમાં સફળતા મળી, જ્યારે ઈન્ડોનેશિયાને એક પણ પેનલ્ટી કોર્નર ન મળ્યો.

અનુભવી SV સુનીલ, પવન રાજભર અને કાર્તિ સેલ્વમે એક-એક ગોલ કર્યો હતો, જ્યારે ઉત્તમ સિંહ અને નીલમ સંજીવ જેસે એક-એક ગોલ કર્યો હતો. અગાઉ દિવસે પાકિસ્તાનને જાપાન સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો