બ્રિટન/ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર બ્રિટનની રાણી એલિઝાબેથે સેન્ડલ ઉતારી દીધા હતા

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયનું સ્કોટલેન્ડમાં ગુરુવાર, 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું છે. તેઓ 96 વર્ષના હતા. એલિઝાબેથ દ્વિતીય સૌથી લાંબા સમય સુધી બ્રિટિશ સિંહાસન પર બિરાજમાન રહ્યા

Top Stories World

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયનું સ્કોટલેન્ડમાં ગુરુવાર, 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું છે. તેઓ 96 વર્ષના હતા. એલિઝાબેથ દ્વિતીય સૌથી લાંબા સમય સુધી બ્રિટિશ સિંહાસન પર બિરાજમાન રહ્યા . રાણી એલિઝાબેથ વધુ વય સંબંધિત બિમારીઓથી પીડિત હતા. આના કારણે તેમણે આ સપ્તાહની શરૂઆતમાં સ્કોટલેન્ડની તેમની મુલાકાતો ટૂંકી કરી હતી.

રાણીએ 1961, 1983 અને 1997માં ત્રણ વખત ભારતની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત ભારતની આઝાદીના 15 વર્ષ પછીની પ્રથમ મુલાકાત હતી, જેની ખૂબ ચર્ચા થઈ હતી. રાણી એલિઝાબેથ તેમના પતિ અને એડિનબર્ગના ડ્યુક, પ્રિન્સ ફિલિપ સાથે જાન્યુઆરી 1961માં રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત લીધી હતી. એલિઝાબેથ તેમના પિતા અને ભારતના છેલ્લા રાજા કિંગ જ્યોર્જ VI ના મૃત્યુ પછી 1952 માં બ્રિટનના સિંહાસન પર બિરાજમાન થયા હતા.

એલિઝાબેથે 1961માં ભારતની મુલાકાત દરમિયાન દિલ્હીમાં રાજ ઘાટની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજઘાટ સંકુલમાં પ્રવેશતા પહેલા જ રાણીએ તેમના સેન્ડલ ઉતારી દીધા હતા અને તેના પતિએ તેના જૂતા ઉતાર્યા હતા. આ દરમિયાન તેમને પહેરવા માટે વેલ્વેટ ચંપલ આપવામાં આવ્યા હતા.