Not Set/ વડોદરા: મકાન હડપવા મામલે સેજલ શાહ, સમા શાહની ધરપકડ

વડોદરા, વડોદરાના માંજલપુરમાં હવેલી પાછળ આવેલુ મકાન હડપવા મામલે પોલીસે સેજલ શાહ અને સમા શાહની ધરપકડ કરી છે. ધરપકડ મામલે ક્રાઇમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે માંજલપુર ખાતે હવેલીની પાછળ પૂ. ઇન્દિરા બેટીજીનું મકાન બારોબાર વેચી દેનાર સમા શાહ, સેજલ દેસાઇ અને દિલ્હીમાં રહેતા ધર્મેશ રમેશભાઇ મહેતા સામે કમળાબહેન લાડે ફરિયાદ નોંધાવી હતી. […]

Top Stories Gujarat Vadodara Trending

વડોદરા,

વડોદરાના માંજલપુરમાં હવેલી પાછળ આવેલુ મકાન હડપવા મામલે પોલીસે સેજલ શાહ અને સમા શાહની ધરપકડ કરી છે. ધરપકડ મામલે ક્રાઇમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે માંજલપુર ખાતે હવેલીની પાછળ પૂ. ઇન્દિરા બેટીજીનું મકાન બારોબાર વેચી દેનાર સમા શાહ, સેજલ દેસાઇ અને દિલ્હીમાં રહેતા ધર્મેશ રમેશભાઇ મહેતા સામે કમળાબહેન લાડે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના આધારે સમા શાહ અને સેજલ દેસાઇની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં જે લોકોની સંડોવણી બહાર આવશે. તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સમા શાહ અને સેજલ દેસાઇએ વ્રજેશકુમાર અને ધ્રુમિલકુમારે ધમકી આપ્યાની આપેલી અરજીની તપાસ કરવામાં આવી રહી છે.

જે અરજીની તપાસમાં જો સત્ય જણાઇ આવશે તો તે અરજીના અનુસંધાનમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સમા શાહ અને સેજલ દેસાઇ સામે વ્રજેશકુમાર અને ધ્રુમિલકુમાર વિરૂધ્ધ ફેશબુકમાં થયેલી અભદ્ર પોષ્ટ કરવાના જે આક્ષેપો થયેલા છે. તે અંગે પણ તપાસ કરવામાં આવશે.