Breaking News/ અમદાવાદની 7 સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી

અમદાવાદમાં સાત સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે. સૌથી પહેલા આનંદનિકેતન સ્કૂલને ધમકી મળી હતી. તેના પગલે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં સાત સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે. સૌથી પહેલા આનંદનિકેતન સ્કૂલને ધમકી મળી હતી. તેના પગલે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી. તેના પછી સંત કબીર, એસજીપીવી, વિદ્યાનગર સ્કૂલ અને શાહીબાગની આર્મી સ્કૂલને પણ ધમકી મળી છે. આ ધમકી મળતા તરત જ પોલીસ દોડતી થઈ ગઈ છે. તેમા પણ સંત કબીર સ્કૂલની જુદી-જુદી શાખાઓને પણ ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

અમદાવાદની સ્કૂલોને મળ્યા ધમકીભર્યા ઇ-મેઇલ

અમદાવાદની શાળાઓને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. મેમનગરની મહારાજા અગ્રસેન સ્કૂલ, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલને ધમકીઓ મળી છે. ધમકીઓ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. શાળાઓને બોર્ડ પરીક્ષાના છેલ્લા દિવસે ધમકીઓ મળી હતી. 12મા આર્ટસનો વર્ગ ઇતિહાસ માટે અને 10મા ધોરણની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા થવાની છે.

કેલોરેક્સ, ઝેબર, આનંદનિકેતન અને ઝાયડસને મળી ધમકી

કેલોરેક્સ, ઝેબર, આનંદ નિકેતન અને ઝાયડસ-વેઝલપુર સહિતની ઘણી શાળાઓને ધમકીઓ મળી છે. ત્યારબાદ શાળાઓએ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીઓની જાણ કરી, જેના કારણે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ચાર શાળાઓને પણ ઇમેઇલ મળ્યા

અમદાવાદ શહેર પછી, ગ્રામ્ય વિસ્તારની શાળાઓને પણ ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. ચાર ગ્રામ્ય શાળાઓને ધમકીઓ મળી છે. આમાં DPS-બોપલ, કેલોરેક્સ-હીરાપુર, એકલવ્ય સ્કૂલ અને AIS સ્કૂલનો સમાવેશ થાય છે.

શાળાઓને મળેલા ઈમેલમાં લખ્યું છે કે, “ગુજરાત ખાલિસ્તાનની હાકલ કરશે. અમદાવાદની શાળાઓમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બ ફૂટશે. તમારા બાળકોને બચાવો. અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓમાં IED ફૂટશે. વિધાનસભા (વિઠ્ઠલભાઈ પટેલ ભવન) માં બપોરે 2:11 વાગ્યે વિસ્ફોટ થશે. સીએમ પટેલ, ખાલિસ્તાન લોકમતના ઠરાવને સમર્થન આપો, નહીં તો અમે પટેલ ભવનને ઉડાવી દઈશું. ગુજરાતી હિન્દુ ઉગ્રવાદીઓ મોદી-શાહ-સીએમ પટેલ.”


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, કોર્ટ ખાલી કરાઈ

આ પણ વાંચો: વડોદરા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી, 15 દિવસમાં બીજી વખત ચકચાર