Breaking News: ગુજરાતના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. જે બાદ હવે ખાતાની ફાળવણી કરવામાં આવી છે.
હર્ષ સંઘવી સૌપ્રથમ શપથ ગ્રહણ કરનારા હતા. તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના પછી, જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. ઈશ્વર સિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા અને ડૉ. મનીષા વકીલે રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ ગ્રહણ કર્યા.
કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહિડા, કમલેશ પટેલ, પી.સી. બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓએ ભગવદ ગીતા હાથમાં લઈને શપથ લીધા હતા. નોંધનીય છે કે કેબિનેટમાં કોઈ મહિલા મંત્રીઓ નથી, અને હૃષીકેશ પટેલ, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયાએ શપથ લીધા નથી કારણ કે તેઓએ રાજીનામું આપ્યું ન હતું.
ગુજરાત કેબિનેટના મંત્રીઓની જવાબદારી
ભુપેન્દ્ર પટેલ- મહેસુલ, માર્ગ- મકાન
હર્ષ સંઘવી – નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ વિભાગ
ઋષિકેશ પટેલ – ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને સાંસદીય બાબતો
જીતુ વાઘાણી – કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન
કુંવરજી બાવળિયા – શ્રમ-રોજગાર, ગ્રામીણ વિકાસ
કનુ દેસાઈ – નાણાં, કેબિનેટ કક્ષાના શહેરી વિકાસ
નરેશ પટેલ – આદિજાતી વિકાસ, લઘુ-ગ્રામ્ય ઉદ્યોગ, ખાદી
અર્જુન મોઢવાડિયા – વન અને પર્યાવરણ, સાયન્સ અને ટેકનોલોજી
ડૉ. પ્રદ્યુમ્ન વાજા – પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ,
રમણ સોલંકી – અન્ન અને નાગરિક પુરવઠા
ઈશ્વર પટેલ – શહેરી વિકાસ
પ્રફુલ પાનસેરિયા – આરોગ્ય ખાતું
મનીષા વકીલ – મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી)
પરસોત્તમ સોલંકી – મત્સ્યોદ્યોગ
કાંતિલાલ અમૃતિયા – શ્રમ અને રોજગાર
રમેશ કટારા – કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગાય સંવર્ધન
દર્શના વાઘેલા – શહેરી વિકાસ અને આવાસ
કૌશિક વેકરિયા – કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદાકીય અને સંસદીય બાબતો
પ્રવીણ માળી – વન અને પર્પાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, વાહન-વ્યવહાર
જયરામ ગામિત – રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંગઠનોનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન
ત્રિકમ છાંગા – ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
કમલેશ પટેલ – નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, દારૂબંધી અને આબકારી
સંજયસિંહ મહિડા – મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામીણ ગૃહનિર્માણ, ગ્રામીણ વિકાસ
પી.સી. બરંડા – આદિજાતિ વિકાસ, ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો
સ્વરૂપજી ઠાકોર – ખાદી અને ગ્રામોદ્યોગ
રિવાબા જાડેજા – પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
