Rajkot News/ વહીવટી ગૂચને લઈને છેલ્લા 15 મહિનાથી અટકી ગયેલા બાંધકામ ઉદ્યોગને નવજીવન

બાંધકામ ઠપ થવાથી સૌથી મોટો માર રોજગારી વર્ગને પડ્યો હતો

Gujarat Rajkot

Rajkot News : રાજ્ય સરકાર સમક્ષ રાજકોટ શહેરના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા 10થી 12 એસોસિએશનો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને સરકારે લોકહિતમાં મહત્વપૂર્ણ અને સહકાર દર્શાવતો નિર્ણય લીધો છે.

રાજકોટમાં 15 મહિનાથી વહીવટી ગૂંચને લઈને અંદાજે 15,000થી વધુ મિલકતોને ભોગવટા પ્રમાણપત્ર આપવાનું સ્થગિત થઈ ગયું છે. જેને સરકારે તાત્કાલિક અસરથી ઉકેલી નાંખ્યું છે. કમ્પ્લીશન સર્ટિફિકેટ ન મળવાને કારણે રાજકોટનો બાંધકામ ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. જેની સીધી અસર બાંધકામ સાથે સંકળાયેલા 300થી વધુ નાના મોટા ધંધા પર પડી હતી. કેચન એપ્લાયન્સ, ગાર્ડવેર, ઈંટ, કપચી, રેતી, લાદી, ઈલેકટ્રીક અને પ્લંબિંગ જેવા સામાનના હજારો વેપારીઓ લાંબા સમયથી કૃત્રિમ મંદીનો સામનો કરી રહ્યા હતા. તેમની આવક ઓછી કે બંધ થઈ જવાથી તેઓ કલ્પના ન કરી શકાય તેવી નાણાંકીય ભીડ અને વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયા હતા.

બાંધકામ ઠપ થવાથી સૌથી મોટો માર રોજગારી વર્ગને પડ્યો હતો. મજૂર, કડિયા, લાદી લગાવતા કારીગરો કાચા માલની હેરફેર કરતા રેકડીવાળા, રિક્ષાવાળા, પ્લમ્બર અને ઈલેટકટ્રિકના કારીગરો જેવા હજારો લાખો લોકોની રોજમદારી બંધ થઈ ગઈ હતી. જેને કારણે તેમના બાળકોના શિક્ષણ અને બિમાર કુટુંબીજનોની સારવારમાં ઉણપ વર્તાતી હતી. કરિયાણા અને શાકભાજીના વેપારીઓના ધંધા પર પણ અસર પહોંચી હતી.

સીસી ન મળવાને કારણે આશરે 15,000 જેટલા યુનિટના ખરીદદારોને ભારે હાલાકીનો સામનો કરવો પજડ્યો હતો. આ પરિવારોની લોનના છેલ્લા હપ્તા અટકી પડ્યા હતા. ખરીદેલી મિલકતમાં રહેવા ન જઈ શકતા તેમને લોનના હપ્તા અને ભાડા અમ બેવડો આર્થિક બોજ સહન કરવો પડ્યો હતો.આર્થિક સંકડામણને કારણે સામાન્ય નાગરિકો નિરાશ થઈને ડિપ્રેશનમાં આવવા લાગ્યા હતા. સીસી ન મળતા ખરીદેલી મિલકતના દસ્તાવેજો ખઈ શક્યા ન હતા.જેને કારણે રાજય સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશનની આવકમાં મોટુ ગાબડુ પડ્યું હતું.

જોકે સરકાર દ્વારા બિલ્ડરોને આકરો દંડ અને વહીવટી ગૂંચનો અંત લાવવામાં આવ્યો છે. સરકારે તમામ 12 એસોસિએશનની માંગણીઓને સ્વીકારીને સરકારે બવિષ્યમાંઆ પ્રકારની બેદરકારી ન થાય તે માટે બિલ્ડરોને આકરો દંડ કરી ભોગવટા પ્રમાણપત્રને લગતી વહીવટી ગૂંચ ઉકેલી નાંખી છે. સરકારે લોકહિતમાંએક યોગય અને ખૂબ જ સહકાર દર્શાવતો અસરકારક નિર્ણયલેતા તમામ અટકેલા સીસી ઈશ્યુ કરવાનો માર્ગ મોકળો કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં છેડતીની શંકામાં બે સગા ભાઈઓને ઉતાર્યા મોતને ઘાટ

આ પણ વાંચો:સગીરાની છેડતી મામલે વિધર્મી યુવકે ઉશ્કેરાયને પરિવાર પર હુમલો કર્યો

આ પણ વાંચો:સુરત શહેરમાં મનોવિકૃતે જાહેરમાં પરીણિતાની છેડતી કરતા ચકચાર