Ahmedabad News: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના રાજ્યપાલ રહે ચુકેલા કમલા બેનીવાલનું આજે 97 વર્ષની વયે નિધન થયું છે. રાજધાની જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. કમલા રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી હતા. દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી સહીત અનેક નેતાઓએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
કમલા બેનીવાલ સાત વખત ધારાસભ્ય અને ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે. કમલા બેનીવાલની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. 11 વર્ષની ઉંમરે બેનીવાલે ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Saddened by the passing away of Dr. Kamla Beniwal Ji. She had a long political career in Rajasthan, where she served the people with diligence. I had countless interactions with her when she was the Governor of Gujarat and I was the Chief Minister. Condolences to her family and… pic.twitter.com/PvOj6rjGIX
— Narendra Modi (@narendramodi) May 15, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુઃખ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડો. કમલા બેનીવાલના દુ:ખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સદગતના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી છે અને ડો. કમલા બેનીવાલના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
ડો. કમલા બેનીવાલે તા. 27 નવેમ્બર 2009 થી 6 જુલાઈ 2014 સુધી ગુજરાત રાજ્યના 18મા રાજ્યપાલ તરીકે સેવાઓ આપી હતી.
શક્તિસિંહ ગોહિલ વ્યક્ત કર્યું દુઃખ
मन दुःखी है, की आज गुजरात राज्य की पूर्व राज्यपाल और राजस्थान की पूर्व डिप्टी सीएम रहीं वरिष्ठ कांग्रेस नेता डॉ. कमला बेनीवाल जी (97) का निधन हो गया । उनका स्नेह और आशीर्वाद मेरे साथ रहता था । 11 साल की उम्र में उन्होंने भारत छोड़ो आंदोलन में हिस्सा लिया था। पढ़ाई खत्म करने के… pic.twitter.com/3vc2xMy7UD
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) May 15, 2024
આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત
આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત
