National News/ દેશભરમાં વરસાદનો કહેર: ગુજરાતથી કાશ્મીર સુધી પૂર-ભૂસ્ખલનથી હાલત બેકાબૂ, અનેક રાજ્યોમાં રેડ-ઓરેન્જ એલર્ટ

India Heavy Rain: દેશભરમાં ભારે વરસાદથી ગુજરાત, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, કેરળ અને હિમાચલ પ્રદેશમાં પૂર, ભૂસ્ખલન અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક રાજ્યોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયા છે.

Gujarat Top Stories India Trending
India Heavy Rain: ગુજરાતથી કાશ્મીર સુધી વરસાદનો કહેર

India News: દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદે (India Heavy Rain) જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. ગુજરાત, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, કેરળ અને હિમાચલ પ્રદેશમાં પૂર, ભૂસ્ખલન, રસ્તા બંધ અને પાણી ભરાવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી સાથે વિવિધ રાજ્યોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે.

India Heavy Rain: ગુજરાતમાં સૌથી વધુ અસર, અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ

India Heavy Rain: ગુજરાતથી કાશ્મીર સુધી વરસાદનો કહેર

સતત વરસાદને કારણે ગુજરાતના નવસારી, સુરત, ભરૂચ, ખેડા, ડાંગ, ભાવનગર, નર્મદા અને મહિસાગર સહિતના જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર (Gujarat Flood) બની છે. નદીઓ બે કાંઠે વહેતાં અનેક ગામો અને શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં અનેક સોસાયટીઓમાં ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતાં ઘરો, દુકાનો અને હોસ્પિટલ પરિસર પણ જળબંબાકાર બન્યા છે. નવસારીમાં પૂર્ણા અને અંબિકા નદીઓના જળસ્તર વધતાં અનેક પુલો પાણીમાં ગરકાવ થયા છે અને વહીવટી તંત્ર લોકોને સાવચેત રહેવાની અપીલ કરી રહ્યું છે.

કાશ્મીરમાં ભૂસ્ખલન અને અચાનક પૂરથી ભારે નુકસાન

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા, શોપિયા અને અનંતનાગ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક સ્થળોએ ભૂસ્ખલન (Kashmir Landslide) અને અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પર્વતો પરથી કાટમાળ અને વિશાળ પથ્થરો ધસી પડતાં રસ્તાઓ બંધ થઈ ગયા છે. બાંદીપોરામાં અનેક ઘરોને નુકસાન થયું છે, જ્યારે શોપિયામાં વાદળ ફાટવા જેવી ઘટનાથી ગામોમાં પાણી ફરી વળતાં SDRFએ અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. અમરનાથ યાત્રા માર્ગ આસપાસ પણ ભારે વરસાદને કારણે ચિંતા વધી છે.

India Heavy Rain: ગુજરાતથી કાશ્મીર સુધી વરસાદનો કહેર

મહારાષ્ટ્રમાં નદીઓ ગાંડીતૂર, ડેમના દરવાજા ખોલાયા

મહારાષ્ટ્રના નાંદેડ, જલગાંવ, અકોલા અને અમરાવતી જિલ્લામાં સતત વરસાદથી (Maharashtra Rain) નદીઓમાં ભારે પૂર આવ્યું છે. નાંદેડમાં પુલ પરથી પસાર થતા ગ્રામ પંચાયતના અધિકારી પૂરના પ્રવાહમાં તણાઈ જતાં તેમનું મોત થયું હતું. જલગાંવમાં વધતા જળસ્તરને પગલે હતનુર ડેમના 36 દરવાજા ખોલવામાં આવ્યા છે, જ્યારે અનેક ગામોમાં પાણી ઘૂસી જતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.

India Heavy Rain: ગુજરાતથી કાશ્મીર સુધી વરસાદનો કહેર

કેરળમાં ઓરેન્જ એલર્ટ, અનેક જિલ્લાઓમાં જોખમ

હવામાન વિભાગે કેરળના 12 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ (Kerala Rain Alert) જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, અચાનક પૂર અને પાણી ભરાવાની ઘટનાઓ વધી છે. રાજ્ય સરકારે સંવેદનશીલ વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં છ લોકોના મોત અને છ લોકો ગુમ હોવાની માહિતી સામે આવી છે. અસરગ્રસ્તો માટે 65 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે અને હજારો લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.

હિમાચલમાં 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી

હિમાચલ પ્રદેશમાં પણ વરસાદનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે 7 ઓગસ્ટ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસાદને કારણે રાજ્યમાં 100થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને પીવાના પાણી તેમજ વીજ પુરવઠા પર પણ અસર પડી છે. મંડી, કુલ્લુ અને શિમલા જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. NDRF અને SDRFની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં સતત તૈનાત છે.

India Heavy Rain: ગુજરાતથી કાશ્મીર સુધી વરસાદનો કહેર

તંત્રની અપીલ: બિનજરૂરી મુસાફરી ટાળો

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ અમલમાં છે. વહીવટી તંત્રે લોકોને નદી-નાળા, પુલ અને ડુંગરાળ વિસ્તારો નજીક ન જવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. હાલ દેશના અનેક રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે અને પરિસ્થિતિ પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો: છોટાઉદેપુરમાં કરુણ અકસ્માત! તલાવડીમાં ડૂબી 9 વર્ષની બાળકીનું મોત, બે દિવસમાં બીજી દુર્ઘટનાથી ચકચાર

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો રૌદ્ર સ્વરૂપ: મોરબીથી ખેડા સુધી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી, રસ્તા બંધ

આ પણ વાંચો: વરસાદે ખોલી વિકાસકાર્યોની પોલ! ખંભાતની નહેરની દિવાલ ધરાશાયી, સંખેડામાં રૂ.1.21 કરોડનો રોડ ધોવાયો, વાંકાનેરમાં પ્લે હાઉસની દિવાલ તૂટી