Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બોરીયાદ ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો પાડી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત (Vadodara SMC Raid) કર્યો છે. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ઈનોવા કાર સહિત કુલ ₹28,62,612નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
Vadodara SMC Raid: બૂટલેગરો અંગેની માહિતીના આધારે કાર્યવાહી
મળતી માહિતી મુજબ, SMCને બાતમી મળી હતી કે ડભોઈ (Dabhoi News)ના બૂટલેગર તરીકે ઓળખાતા ધવલ રાજુભાઈ જયસ્વાલ, તેનો ભાઈ જય રાજુભાઈ જયસ્વાલ અને પિતા રાજુભાઈ બાબુભાઈ જયસ્વાલ બહારથી વિદેશી દારૂ મંગાવી તેનું વેચાણ કરે છે. દારૂનો જથ્થો સંખેડા તરફથી ઈનોવા કારમાં ડભોઈ લાવવામાં આવી રહ્યો હોવાની માહિતીના આધારે ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને જોઈ ચાલક ફરાર
SMCની ટીમે બોરીયાદ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ઈનોવા કાર આવતાં તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ચાલકે કાર રોકવાને બદલે ગામ તરફ ભગાવી મૂકી હતી. (Gujarat News)
પોલીસે પીછો કરતાં ઈનોવા કાર બોરીયાદ ગામમાં વણકરવાસ પાછળ આવેલા પટેલ ફળિયા પાસે કનુભાઈ રામદાસ પટેલના ખુલ્લા વાડામાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. કારનો ચાલક તેને લોક કરીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
₹28.62 લાખનો મુદ્દામાલ જપ્ત
SMCએ કાર્યવાહી દરમિયાન દારૂની કુલ 2,701 બોટલ અને ટીન, જેની કિંમત ₹13,62,612 હોવાનું જણાવાયું છે, તે જપ્ત (Liquor Seizure) કર્યાં હતાં. આ ઉપરાંત ઈનોવા કાર સહિત કુલ ₹28,62,612નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવામાં આવી છે.
આ પણ વાંચો: છોટા ઉદેપુર LCBની મોટી કાર્યવાહી: ઘઉંના લોટના કોથળાની આડમાં 4,070 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદમાં દારૂના નશામાં AMTS બસ ચલાવવાનો આરોપ, એજન્સીને રૂ. 50 હજારનો દંડ
આ પણ વાંચો: દાહોદમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ! બોલેરોના ગુપ્ત ખાનામાંથી 110 પેટી દારૂ ઝડપાયો
