Viral Video/ ખેડામાં ત્રણ પી.આઈ.ની દારૂની મહેફીલ વચ્ચે મારામારી થઇ હોવાનો વીડિયો વાયરલ

ખેડામાં ત્રણ પોલીસ ઈન્સપેક્ટરનો સિગરેટ અને દારૂની મહેફિલ વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં નડિયાદ ટાઉન……

Top Stories Gujarat

Kheda News: ખેડામાં ત્રણ પોલીસ ઈન્સપેક્ટરનો સિગરેટ અને દારૂની મહેફિલ વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને વડતાલ પીઆઈની તાત્કાલિક ધોરણે બદલી કરી દેવાઈ છે. સોશિયલ મીડિયામાં આ ત્રણ પીઆઈનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ત્રણ પોલીસ ઈન્સપેક્ટર સિગરેટ અને દારૂની મહેફિલ માણતા બબાલ થઈ હોવાનું જણાઈ રહ્યું છે. વીડિયોમાં મારામારી થઈ રહ્યું હોવાનું પણ જોવા મળે છે. ઉપરી અધિકારીને જાણ થતાં ત્રણેય પી.આઈ.ની બદલી કરવામાં આવી છે.

પી.આઈ. હરપાલ ચૌહાણની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન થી લિવ રિઝર્વમાં બદલી કરાઈ છે. પી.આઈ. યશવંત ચૌહાણની નડિયાદ પશ્ચિમ પોલીસમાંથી લિવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે. તેમજ અન્ય પી.આઈ. આર. કે. પરમાર જે વડતાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓને નડિયાદ ટાઉનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આંકલાવની કોસિન્દ્રા સ્કૂલમાં શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના

આ પણ વાંચો:વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ

આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય મૂળ યુવાનને નાઈટ ક્લબમાં એન્ટ્રી ન મળી, આખરે થયું મોત

આ પણ વાંચો:‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…