Drugs/ વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ

ગીર સોમનાથના એસ.પી. મનોહરસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા નશીલા પદાર્થનું આ મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં 50 કિલોગ્રામ હેરોઈનના જત્થા સાથે 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અરબી સમુદ્દમાં દરિયાઈ માર્ગે આવેલા આ ડ્રગ્સ અંગે FSLનો રિપોર્ટ આવ્યા બાદ આ ડ્રગ્સ (હેરોઈન) હોવાનું ખુલ્યું હતું.

Top Stories Gujarat
Beginners guide to 52 1 વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ

@Nikunj Patel

Gir Somnath News: ગુજરાતના વેરાવળ બંદરેથી 350 કરોડ રૂપિયાની કિંમતનો હેરોઈનનો જથ્થો ઝડપી લેવાયો છે. દરિયાઈ માર્ગે ફિશીંગ બોટમાં ડ્રગ્સનો આ જથ્થો વેરાવળ ખાતે લાવવામાં આવ્યો હતો. 50 કિલોગ્રામ હેરોઈનના આ જથ્થાની આંતરરાષ્ટ્રીય કિંમત 350 કરોડ થવા જાય છે. પોલીસે આ કેસમાં 9 જણાની ધરપકડ કરી છે.

મોડી રાત્રે પોલીસે માહિતીને આધારે વોચ રાખી હતી. જેમાં ફિશીંગ બોટમાં લાવવામાં આવેલો હેરોઈનનો આ જથ્થો વેરાવળ બંદરેથી ઝડપી લેવાયો હતો. ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયા બાદ એટીએસ, ગીર સોમનાથ એસઓજી અને એલસીબી તથા મરીન પોલીસે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથના એસ.પી. મનોહરસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા નશીલા પદાર્થનું આ મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં 50 કિલોગ્રામ હેરોઈનના જત્થા સાથે 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અરબી સમુદ્દમાં દરિયાઈ માર્ગે આવેલા આ ડ્રગ્સ અંગે FSLનો રિપોર્ટ આવ્યા બાદ આ ડ્રગ્સ (હેરોઈન) હોવાનું ખુલ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ, વેરાવળ નજીકના સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓને આ અંગે માહિતી મળી હતી. જેને આધારે ફિશીંગ બોટમાં આવેલો હેરોઈનનો આ જથ્થો ઝડપી લઈને પોલીસે 9 ખલાસીઓની ધરપકડ કરી હતી. તે સિવાય પોલીસે 1 સેટેલાઈટ ફોન, 2 બોટ તથા એક વાહન પણ કબજે લઈને તપાસ હાથ ધરી છે.

એસઓજી અને એલસીબી સહિતની સુરક્ષા એજન્સીઓ ફિશીંગ બોટમાંથી પકડાયેલા 9 ખલાસીઓની ઝીણવટભરી પુછપરછ કરી રહી છે. આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટના કેટલાક શખ્સો ડ્રગ્સના આ જથ્થાની ડિલીવરી લેવા માટે વેરાવળ બંદરે આવ્યા હોવાની માહિતી પણ સુરક્ષા એજન્સીઓને મળી હતી. જેને પગલે એ દિશામાં પણ એજન્સીઓ તપાસ કરી રહી છે. ડ્રગ્સની હેરાફેરીના આ કેસમાં કોઈ સ્થાનિક, માછીમાર કે અન્ય કોઈ માફિયાઓની સંડોવણી છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના આ મેગા ઓપરેશન અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી ઉપરાંત આ સફળ કામગીરી માટે ગીર સોમનાથ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય મૂળ યુવાનને નાઈટ ક્લબમાં એન્ટ્રી ન મળી, આખરે થયું મોત

આ પણ વાંચો:‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…

આ પણ વાંચો:West Bengal/ સંદેશખાલીમાં કોઈની પર રેપ થયો નથી: શાહજહાંનો ભાઈ

આ પણ વાંચો:રિવોલ્વર સાથે દુકાનમાં ઘુસેલા શખ્સોએ 11 લાખની લૂંટ ચલાવી