સંદેશખાલી/ આઠ દિવસમાં બીજી વખત પ્રતિનિધિ મંડળને રોકવામાં આવ્યું, છ ઠેકાણા પર ઈડીના દરોડા

બાલુરઘાટના સાંસદ સુકાંતનું કહેવું છે કે તેમણે રાજ્યપાલને સમગ્ર ઘટનાક્રમ બાબતે જણાવ્યું હતું. જે રીતે એક સાંસદ સાથે વર્તન કરવામાં આવ્યું તે બાબતે ગવર્નરે ચિંતા વ્યક્ત કરી હતી. અહીં 144 કલમ ભાજપ માટે લાગુ કરાઈ છે, ટીએમસીના ધારાસભ્ય 50 લોકોને લઈને ફરી રહ્યા છે. શાહજહાં અને તેના ભાઈઓ લોકોને ટોર્ચર કરી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમની પાર્ટી આ બાબતે કોઈ વાત કરતી…

Top Stories India
Beginners guide to 51 1 આઠ દિવસમાં બીજી વખત પ્રતિનિધિ મંડળને રોકવામાં આવ્યું, છ ઠેકાણા પર ઈડીના દરોડા

@Nikunj Patel

West Bengal News: પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીમાં(Sandeshkhali) મહિલાઓ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો મામલો ગંભીર બન્યો છે. 23મી ફેબ્રુઆરીએ ભાજપની મહિલા ટીમને ફરી એકવાર સંદેશખાલી જતા અટકાવવામાં આવી હતી. આ ટીમની આગેવાની ભાજપની સાંસદ લોકેટ ચેટરજી કરી રહ્યા હતા. ડેલિગેશન અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. બાદમાં લોકેટ ચેટરજીની અટક કરાઈ હતી. તે પહેલા 16 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી અને મહિલા સાંસદોના પ્રતિનિધિ મંડળને સંદેશખાલી જતા અટકાવાયું હતું.

મીડિયાના અહેવાલો મુજબ, એ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ફરાર નેતા શાહજહાં શેખ ઉપર મની લોન્ડરીંગનો કેસ દાખલ કર્યો છે. ઈડીએ રાશન કૌભાંડમાં બંગાળમાં છ ઠેકાણા પર દરોડા પણ પાડ્યા છે. જેમાં ઈડીની ટીમ અરૂપ સોમને ત્યાં પણ પહોંચી હતી. અરૂપ પહેલા સરકારી નોકરી કરતો હતો, હવે માછલીનો ધંધો કરે છે. તે પહેલા 22 ફેબ્રુઆરીએ ઈડીએ શાહજહાનેનું સમન્સ પાઠવ્યુ હતું. તેમાં જણાવાયું હતું કે, તે 29 ફેબ્રુઆરીએ તપાસ માટે હાજર રહે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 માર્ચે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જીલ્લાના સંદેશખાલી જાય તેવી શક્યતા છે. તે અહીં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની શિકાર મહિલાઓ સાથે વાત કરે તેવી શક્યતા છે. બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે 22 ફેબ્રુઆરીએ આ અંગે માહિતી આપી હતી. મજૂમદારે 22 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સીવી આનંદ સાથે મુલાકાત કરી હતી. તે પહેલા તેમણે પ્રદર્શન કરતા તેમની ધરપકડ થઈ હતી. બાદમાં તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.

બાલુરઘાટના સાંસદ સુકાંતનું કહેવું છે કે તેમણે રાજ્યપાલને સમગ્ર ઘટનાક્રમ બાબતે જણાવ્યું હતું. જે રીતે એક સાંસદ સાથે વર્તન કરવામાં આવ્યું તે બાબતે ગવર્નરે ચિંતા વ્યક્ત કરી હતી. અહીં 144 કલમ ભાજપ માટે લાગુ કરાઈ છે, ટીએમસીના ધારાસભ્ય 50 લોકોને લઈને ફરી રહ્યા છે. શાહજહાં અને તેના ભાઈઓ લોકોને ટોર્ચર કરી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમની પાર્ટી આ બાબતે કોઈ વાત કરતી નથી. સંદેશખાલીની મહિલાઓ પોતાનો અવાજ ઉઠાવી રહી છે.

બીજેપીએ સંદેશખાલીમાં મહિલાઓ સાથેના સેસ્યુઅલ હેરેસમેન્ટ સંદર્ભે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે, સંદેશખાલીનું સત્ય જે આપણી અંતરઆત્માને ઝકઝોર કરી દેશે. મમતા બેનરજી આ સત્યને છુપાવવાની કોશિષ કરી રહી છે. 24 મિનીટ અને 41 સેકન્ડના આ વીડિયોમાં મહિલાઓ પોતાની આપવીતી સંભળાવી રહી છે. તેમાં એક મહિલાએ દાવો કર્યો છે, ટીએમસી નેતા શીબપ્રસાદ હાજરા ઉર્ફે શીબુ હાજરા તેને ઘરેથી ઉઠાવીને લઈ જતો હતો. ટીએમસી નેતાના માણસો તેમની સુંદરતા જોઈને તેમને પોતાની સાથે લઈ જતા હતા. તેમના માટે છોકરીઓ મનોરંજન હતી.

નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઈબ (એનસીએસટી)ની એક ટીમ 22 ફેબ્રુઆરીએ સંદેશખાલી પહોંચી હતી. એનસીએસટીના વાઈસ ચેરમેન અનંત નાયકે કહ્યું હતું કે, તેઓ ડીજીપી રાજીવ કુમાર અને ચીફ સેક્રેટરી બીપી ગોપાલીકા સેથી પિરોપ્ટ માંગશે. અમે તેમને ત્રણ દિવસનો સમય આપ્યો છે. સંદેશખાલી મામલાની તપાસ માટે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન(એનએચઆરસી)ની એક વિશેષ ટીમ ગુરૂવારે સંદેશખાલીની મુલાકાત લેશે. તેમણે ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટીસ ઈશ્યુ કરીને આરોપીઓ વિરૂધ્ધ કરેલી કાર્યવાહીનો રિપોર્ટ ચાર અઠવાડિયામાં માંગ્યો છે.

સંદેશખાલીમાં ટીએમસી નેતા શેખ શાહજહાં અને તેના બે સાગરીત શીબુ હાજરા અને ઉત્તમ સરદાર પર આરોપ છે કે તે મહિલાઓ પર ગેંગરેપ કરતા હતા. આ કેસમાં શીબુ હાજરા અને ઉત્તમ સરદાર સહિત 18 જણાની ધરપકડ થઈ છે. જોકે શાહજહાં હજી ફરાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય મૂળ યુવાનને નાઈટ ક્લબમાં એન્ટ્રી ન મળી, આખરે થયું મોત

આ પણ વાંચો:‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…

આ પણ વાંચો:West Bengal/ સંદેશખાલીમાં કોઈની પર રેપ થયો નથી: શાહજહાંનો ભાઈ

આ પણ વાંચો:રિવોલ્વર સાથે દુકાનમાં ઘુસેલા શખ્સોએ 11 લાખની લૂંટ ચલાવી