Loksabha Election 2024/ ગુજરાતમાં ભાજપનું કાર્પેટ બોમ્બિંગઃ મોદી પછી તરત યોગી આવશે

ગુજરાતમાં ભાજપે સાતમી તારીખના ત્રીજા તબક્કાના મતદાન પહેલા જ કાર્પેટ બોમ્બિંગ શરૂ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે વખત આવી ગયા છે. આ ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ આવી ગયા છે.

Top Stories Gandhinagar Gujarat Trending Breaking News Politics
Beginners guide to 2024 05 01T110738.131 ગુજરાતમાં ભાજપનું કાર્પેટ બોમ્બિંગઃ મોદી પછી તરત યોગી આવશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપે સાતમી તારીખના ત્રીજા તબક્કાના મતદાન પહેલા જ કાર્પેટ બોમ્બિંગ શરૂ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે વખત આવી ગયા છે. આ ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ આવી ગયા છે. તેના પછી હવે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે બે દિવસ પ્રચારનું સુકાન સંભાળવાના છે અને છ જંગી સભા કરવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂરો થયા પછી તરત જ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ આવશે. યોગી આદિત્યનાથની આમ પણ સમગ્ર ઉત્તર ભારતમાં પ્રચારમાં ભારે માંગ હોય છે. ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશના વતનીઓનો મોટો વર્ગ છે અને ગુજરાતીઓ પણ યોગી આદિત્યનાથના આક્રમક અભિગમને બિરદાવે છે તેથી પીએમ મોદી પછી સૌથી વધુ જનમેદની તેમની સભામાં જોવા મળે તેમ મનાય છે. તેના પછી આસામના સીએમ હિમન્તા બિસ્વા સરમા પણ આવવાના છે. તેમણે તેમના આગવા પગલાંના અને આગવી સૂઝ તથા સમજથી આસામની બહાર પણ તેમનો બહોળો ચાહક વર્ગ ઊભો કર્યો છે. તે નવું આસામ બનાવી રહ્યા છે. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ ગુજરાત પણ આવવાના છે. તેની સાથે તમિલનાડુના ભાજપ પ્રમુખ કે અન્નામલાઈ પણ ગુજરાત આવશે.

આ બતાવે છે કે ગુજરાતમાં ભાજપનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપ રીતસરનું કાર્પેટ બોમ્બિંગ કરી રહ્યું છે. આ ઉપરાંત અન્ય કેન્દ્રીય પ્રધાનોની સાથે સાંસદ મનોજ તિવારી અને વાસુદેવ સાઈ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે