Not Set/ PHOTOS : સ્ટેચ્યુ ઓફ યુનિટી : દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનીને તૈયાર, જુઓ

કેવડીયા, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ પહેલા જ ૧૮૨ મીટરની દુનિયાની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાનું કાર્ય પૂર્ણ થયું છે. નર્મદા જિલ્લાના કેવડિયા કોલીની ખાતે સ્થિત સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ થયેલી સરદાર પટેલની આ વિરાટ પ્રતિમાનું […]

Top Stories Gujarat Others Trending
DpNEQVpVAAAgKJg 1 PHOTOS : સ્ટેચ્યુ ઓફ યુનિટી : દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનીને તૈયાર, જુઓ

કેવડીયા,

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ પહેલા જ ૧૮૨ મીટરની દુનિયાની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાનું કાર્ય પૂર્ણ થયું છે.

DpNEQVpVAAAgKJg PHOTOS : સ્ટેચ્યુ ઓફ યુનિટી : દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનીને તૈયાર, જુઓ
gujarat-PHOTOS Statue of Unity world’s tallest statue of Sardar Patel

નર્મદા જિલ્લાના કેવડિયા કોલીની ખાતે સ્થિત સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ થયેલી સરદાર પટેલની આ વિરાટ પ્રતિમાનું ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ થવાનું છે.

સરદાર પટેલની પ્રતિમાને ૬.૫ તીવ્રતાના આંચકા કે ૨૨૦ કિમી ઝડપે ફૂંકતા પવનની પણ નહિ થાય

https://twitter.com/KrishneyG/status/1050245133562568704

કેવડિયા કોલીની ખાતે સરદાર પટેલની ૧૮૨ મીટરની દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનીને તૈયાર છે, ત્યારે આ પ્રતિમાને એ રીતે બનાવવામાં આવી છે કે, જેને ૬.૫ તીવ્રતાના ભૂકંપના આંચકાની અસર નહિ થાય અને સાથે સાથે ૨૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકતા પવનની પણ કોઈ અસર થશે નહિ.

A2uJJGHb PHOTOS : સ્ટેચ્યુ ઓફ યુનિટી : દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનીને તૈયાર, જુઓ
gujarat-PHOTOS Statue of Unity world’s tallest statue of Sardar Patel

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના સ્વપ્ન સમાન આ પ્રોજેક્ટ ખાતે દરરોજ ૧૫૦૦૦ પ્રવાસીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત ભારત આવતા વિદેશીઓ પણ આ પ્રતિમાની મુલાકાત લઈ શકે તે માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.

૨૦૧૪માં શરુ થયું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ

statue of unity 1 638 1 PHOTOS : સ્ટેચ્યુ ઓફ યુનિટી : દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનીને તૈયાર, જુઓ
gujarat-PHOTOS Statue of Unity world’s tallest statue of Sardar Patel

અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૧ ઓક્ટોબર, ૨૦૧૪ણા રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની યાદમાં ૧૮૨ મીટરની સૌથું ઉંચી પ્રતિમા બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ૫ વર્ષના ટુંકા ગાળામાં જ આ પ્રતિમા બનીને તૈયાર થઇ ગઈ છે.

DpNKbGtX4AA0V0a PHOTOS : સ્ટેચ્યુ ઓફ યુનિટી : દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનીને તૈયાર, જુઓ
gujarat-PHOTOS Statue of Unity world’s tallest statue of Sardar Patel

જોવામાં આવે તો, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પાછળ અત્યારસુધીમાં ૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચુક્યો છે.

 સ્ટેચ્યુ ઓફ યુનિટી છે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા

સરદાર પટેલની ૧૮૨ મીટરની દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનીને તૈયાર છે, ત્યારે હવે આ દુનિયાની અન્ય પ્રતિમાને પણ પાછળ છોડી દેશે.

Statue of Unity PHOTOS : સ્ટેચ્યુ ઓફ યુનિટી : દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનીને તૈયાર, જુઓ
gujarat-PHOTOS Statue of Unity world’s tallest statue of Sardar Patel

આ મામલે બ્રાઝીલમાં રિયો શહેરમાં આવેલી જીજસ ક્રાઈસ્ટની પ્રતિમા (૩૯.૬ મીટર), રશિયામાં સૈનિકોની યાદમાં બનાવવામાં આવેલી એક પ્રતિમા (૮૫ મીટર), અમેરિકામાં માવેલી “સ્ટેચ્યુ ઓફ લિબર્ટી” (૯૩ મીટર), જાપાનમાં ઉશીકમાં ગૌતમ બુદ્ધની મૂર્તિ (૧૧૦ મીટર) તેમજ ચીનમાં હેનાનમાં લુંશાનમાં ભગવાન બુદ્ધની મૂર્તિ (૧૫૩ મીટર)ને પાછળ છોડશે.