Covid-19/ બ્રાઝિલમાં કોવિડ-19 નાં કારણે એક જ દિવસમાં 4 હજારથી વધુ લોકોનાં મોત

વિશ્વમાં COVID-19 નાં કેસોની સંખ્યા 13.22 કરોડને વટાવી ગયા છે. વળી, મૃત્યુઆંક 28.7 લાખને પાર કરી ગયો છે.

Top Stories World
1 139 બ્રાઝિલમાં કોવિડ-19 નાં કારણે એક જ દિવસમાં 4 હજારથી વધુ લોકોનાં મોત

વિશ્વમાં COVID-19 નાં કેસોની સંખ્યા 13.22 કરોડને વટાવી ગયા છે. વળી, મૃત્યુઆંક 28.7 લાખને પાર કરી ગયો છે. અગાઉ, ફક્ત બે દેશોમાં, એક જ દિવસમાં વાયરસનાં મૃત્યુનાં ચાર હજારથી વધુ કેસ નોંધાયા હતા. બ્રાઝિલનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 4,195 લોકોનાં મોત નીપજ્યાં છે.

1 140 બ્રાઝિલમાં કોવિડ-19 નાં કારણે એક જ દિવસમાં 4 હજારથી વધુ લોકોનાં મોત

મોટા સમાચાર: સીએમ રૂપાણીની મોટી જાહેરાત, આવતીકાલથી રાજ્યના 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસ) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ, વિશ્વમાં હવે કેસની સંખ્યા 13,22,93,566 પર છે અને મૃત્યુની સંખ્યા 28,71,642 થઇ ગઇ છે. વળી, અમેરિકા હજી પણ વિશ્વમાં કોરોનાવાયરસ રોગચાળાનાં સૌથી ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે. અત્યાર સુધીમાં અહીં સૌથી વધુ 3,08,45,915 કેસ અને 5,56,509 મોત નોંધાયા છે. 1,31,00,580 કેસ અને 3,40,000 મૃત્યુ સાથે બ્રાઝિલ બીજા સ્થાને છે.

1 141 બ્રાઝિલમાં કોવિડ-19 નાં કારણે એક જ દિવસમાં 4 હજારથી વધુ લોકોનાં મોત

Covid-19 / સૂર્યપ્રકાશ આઠ ગણો ઝડપથી કોવિડ-19 વાયરસનો નાશ કરવામાં સક્ષમ : અધ્યયન

બ્રાઝિલમાં મોતનો આંકડો 3,40,000 પર પહોંચી ગયો છે, જે અમેરિકા પછી સૌથી વધુ છે. યુ.એસ. અને પેરુમાં પણ એક જ દિવસમાં વાયરસનાં મૃત્યુનાં ચાર હજારથી વધુ કેસ નોંધાયા છે. મળતી માહિતી મુજબ સાઓ પાઉલોની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાયરસનાં કારણે 1,400 લોકોનાં મોત થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ