Not Set/ ટિ્વટરે યુએસ રાષ્ટ્રપતિનાં ટ્વીટ પર પાંચમીવાર લગાવી ચેતવણી

યુએસનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રદર્શનકારીઓ વિરુદ્ધ “ગંભીર બળનો ઉપયોગ” કરવાની ધમકી આપતા એક ટ્વીટને ટ્વિટરે પોતાની નીતિઓનું ઉલ્લંઘન કરતુ માન્યુ છે અને તેના પર ચેતવણી તરીકે લેબલ લગાવવામાં આવ્યું છે. આ પાંચમી વખત છે જ્યારે ટ્વિટર દ્વારા ટ્રમ્પનાં ટ્વીટને તેની નીતિઓનું ઉલ્લંઘન કરતા વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તેનાથી માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ અને યુએસ રાષ્ટ્રપતિ વચ્ચેનાં વિવાદમાં […]

World
2bb1fe2277b8a16b3834775cfedb8c4f ટિ્વટરે યુએસ રાષ્ટ્રપતિનાં ટ્વીટ પર પાંચમીવાર લગાવી ચેતવણી

યુએસનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રદર્શનકારીઓ વિરુદ્ધ “ગંભીર બળનો ઉપયોગ” કરવાની ધમકી આપતા એક ટ્વીટને ટ્વિટરે પોતાની નીતિઓનું ઉલ્લંઘન કરતુ માન્યુ છે અને તેના પર ચેતવણી તરીકે લેબલ લગાવવામાં આવ્યું છે. આ પાંચમી વખત છે જ્યારે ટ્વિટર દ્વારા ટ્રમ્પનાં ટ્વીટને તેની નીતિઓનું ઉલ્લંઘન કરતા વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તેનાથી માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ અને યુએસ રાષ્ટ્રપતિ વચ્ચેનાં વિવાદમાં વધારો થયો છે.

આ ટ્વિટમાં ટ્રમ્પે લખ્યું છે કે, જ્યાં સુધી હું તમારો રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી વોશિંગ્ટન ડીસીમાં ઓટોનોમસ ક્ષેત્રનહીં હોય. જો તેઓ તેમ કરવાનો પ્રયત્ન કરશે, તો તેઓને સખત બળ પ્રયોગનો સામનો કરવો પડશે. ”બે અઠવાડિયા પહેલા, વોશિંગ્ટનનાં સિએટલમાં વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસ મુક્ત જિલ્લો બનાવ્યો હતો. ટ્રમ્પની ટ્વીટ તે સંદર્ભમાં હતી. આ વિસ્તાર પ્રદર્શનકારીઓ દ્વારા જ્યોર્જ ફ્લોયડનાં મૃત્યુનાં વિરોધમાં બનાવવામાં આવ્યો હતો.

વોશિંગ્ટન પોસ્ટે મંગળવારે પોતાના સમાચારોમાં અહેવાલ આપ્યો છે કે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે છેલ્લા કેટલાક અઠવાડિયામાં પાંચમી વખત રાષ્ટ્રપતિનાં ટ્વીટને આ રીતે વર્ગીકૃત કર્યુ છે. ટ્વિટરનું કહેવું છે કે ઉપરોક્ત ટ્વીટ તેમના અપમાનજનક વર્તન ખાસ કરીને “ઓળખાતા જૂથને નુકસાન પહોંચાડવાની ધમકીઓ” ને રોકવાની તેમની નીતિનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું કે, આ ટ્વીટ પર જાહેર હિતની નોટિસ લગાવાઈ છે. આ ચેતવણીનું લેબલ લાગ્યા બાદ રાષ્ટ્રપતિનું તે ટ્વીટ છુપાઇ ગયુ અને તેને જોવા માટે યુઝર્સ તેના પર ક્લિક કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.