Not Set/ કાઠમાંડુ : ભૂકંપના ત્રણ વર્ષ બાદ ખુલ્યું ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર, ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર

કાઠમાંડુ નેપાળમાં વર્ષ 2015માં ભીષણ ભૂકંપના ત્રણ વર્ષ બાદ પહેલી વાર ભગવાન શ્રીકૃષ્ણના પ્રસિદ્ધ મંદિરને રવિવારે સાર્વજનિક રીતે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ મંદિર ભારતીય પરાકાષ્ઠા શૈલીમાં બનાવવામાં આવેલું છે. 25 એપ્રિલ, 2015ના રોજ 7.8 તીવ્રતાનો ભુકંપ નેપાળમાં આવ્યો હતો જેમાં 8,700 લોકો માર્યા ગયા હતા.આ ભૂકંપમાં ઘણા સાંસ્કૃતિક સ્થળોને પણ નુકશાન થયું હતું। ત્રણ […]

World
53f308011c3ff કાઠમાંડુ : ભૂકંપના ત્રણ વર્ષ બાદ ખુલ્યું ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર, ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર

કાઠમાંડુ

નેપાળમાં વર્ષ 2015માં ભીષણ ભૂકંપના ત્રણ વર્ષ બાદ પહેલી વાર ભગવાન શ્રીકૃષ્ણના પ્રસિદ્ધ મંદિરને રવિવારે સાર્વજનિક રીતે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ મંદિર ભારતીય પરાકાષ્ઠા શૈલીમાં બનાવવામાં આવેલું છે. 25 એપ્રિલ, 2015ના રોજ 7.8 તીવ્રતાનો ભુકંપ નેપાળમાં આવ્યો હતો જેમાં 8,700 લોકો માર્યા ગયા હતા.આ ભૂકંપમાં ઘણા સાંસ્કૃતિક સ્થળોને પણ નુકશાન થયું હતું। ત્રણ વર્ષ બાદ મંદિર ખુલતા રવિવારે કાઠમાંડુમાં આવેલા લલિતપૂર નગરમાં સ્થિત ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. તમને જણાવી દઈએ કે આ મંદિરનું નિર્માણ 17મી સદીમાં કરવામાં આવ્યું હતું.

લલિતપુરમાં સિદ્ધિ નરસિંહ મલ્લ દ્વારા નિર્મિત આ કલાત્મક મંદિરને ભૂકંપના લીધે ઘણું નુકશાન થયું હતું. પથ્થરથી બનેલ આ મંદિરનું સમારકામ હમણાં જ પૂરું થયું છે. આ મંદિર રંગીન ઝંડા, બેનર અને લાઈટની મદદદથી સુંદર રીતે સજાવવામાં આવ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણનું આ મંદિર ત્રણ માળનું છે અને તેમાં 21 શિખર છે. મંદિરના પહેલા માળ પર હિન્દૂ ધર્મનું મહાકાવ્ય મહાભારતથી સંકળાયેલી ઘટનાઓના દ્રશ્ય છે તો બીજા માળ પર રામાયણ સાથે સંકળાયેલી ઘટનાના દ્રશ્યો છે.

તમને જણાવી દઈએ કે આ મંદિર વિશે એવું કહેવામાં આવ્યું છે કે એક રાત્રે રાજા મલ્લના સપનામાં કૃષ્ણ અને રાધાના દર્શન થયા હતા અને ત્યારબાદ તેમણે મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ મંદિરની પ્રતિકૃતિ રાજાના મહેલના અંદરના પરિસરમાં પણ બનાવાઈ હતી.