Not Set/ કથિત ઓડિયો ક્લિપમાં બગદાદીએ US- રશિયાને આપી ધમકી, કહ્યું, “જેહાદીઓએ તેઓ માટે કરી ભયાનકતાની તૈયારી”

બગદાદ, દુનિયાભરમાં અમાનુષી અત્યાચાર દ્વારા આતંકના નામે એક ખૌફની ભાવના ઉભી કરનારા આતંકવાદી સંગઠન ISISના મુખિયાની એક કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે. ચાલુ વર્ષમાં પહેલીવાર અબુ બકર અલ-બગદાદીનો સામે આવેલો આ ઓડિયો સંદેશ બુધવારે ISISના મીડિયા વિંગ અલ – ફુરકાન દ્વારા જાહેર કરાયો છે અને તે ૫૫ મિનિટનો છે. આ ક્લિપમાં આતંકીઓને અલ્લાહ દ્વારા […]

Top Stories World Trending
7348987A D4E1 47DF 9E15 F58D346F3AAE w1200 r1 s કથિત ઓડિયો ક્લિપમાં બગદાદીએ US- રશિયાને આપી ધમકી, કહ્યું, "જેહાદીઓએ તેઓ માટે કરી ભયાનકતાની તૈયારી"

બગદાદ,

દુનિયાભરમાં અમાનુષી અત્યાચાર દ્વારા આતંકના નામે એક ખૌફની ભાવના ઉભી કરનારા આતંકવાદી સંગઠન ISISના મુખિયાની એક કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે. ચાલુ વર્ષમાં પહેલીવાર અબુ બકર અલ-બગદાદીનો સામે આવેલો આ ઓડિયો સંદેશ બુધવારે ISISના મીડિયા વિંગ અલ – ફુરકાન દ્વારા જાહેર કરાયો છે અને તે ૫૫ મિનિટનો છે.

આ ક્લિપમાં આતંકીઓને અલ્લાહ દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષાના સમયમાં એક સાથે રહેવા માટે કહ્યું છે.  CNNના જણવ્યા અનુસાર, બગદાદી ઓડિયો ક્લિપમાં કહી રહ્યો છે કે,” તેઓના સમર્થકોના ભય અને ભૂખથી પરીક્ષા લેવામાં આવી રહી છે, પરંતુ ખુશી એ લોકોને જ મળશે જે ધીરજ સાથે તેનો સામનો કરી શકે છે”.

આ ઓડિયો સંદેશમાં કહેવામાં આવી રહ્યું છે કે, “એક સાચ્ચા મુજાહિદ્દીન માટે જીત અથવા તો હાર એ વાત પર નિર્ભર કરે છે કે તેઓના કબ્જામાં કેટલા શહેર છે, તેઓ પાસે આંતરમહાદ્વીપીય મિસાઈલ છે અથવા તો સ્માર્ટ બોમ્બ છે કે નહિ અને તેઓ પાસે કેટલા સમર્થકો છે. આ તમામ વાતો નિર્ભર કરે છે કે, તેઓને અલ્લાહ પર કેટલો ભરોષો છે”.

બગદાદીએ પોતાના કથિત રેકોર્ડિંગમાં પશ્ચિમ એશિયા, એશિયા અને આફ્રિકામાં પોતાના સમર્થકોને સંબોધતા કહ્યું, “અલ્લાહની મદદથી ખલીફા બની રહેશે. હાલમાં એ સ્પષ્ટ નથી કે આ સંદેશ ક્યારે રેકોર્ડ કરાયો છે, પરંતુ બગદાદી સીરિયાના ઉત્તર પૂર્વીના ભાગમાં પુનનિર્માણ માટે ગયા અઠવાડિયે સાઉદી અરબ દ્વારા ૧૦ કરોડ ડોલર આપવા માટેની આલોચના કરી રહ્યો છે”.

આ ઉપરાંત બગદાદીએ અમેરિકા અને રશિયાને ધમકી આપતા કહ્યું, “જેહાદીઓએ તેઓ માટે ભયાનકતાની તૈયારીઓ કરી છે“.

બગદાદીના કથિત ઓડિયો અંગે US સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તાને જણાવ્યું, “યુએસ સેન્ટ્રલ કમાન્ડને આ ઓડિયો ક્લિપ અંગેની જાણકારી છે. હું આ ઓડિયો પર અમારા અંદાજને લઇ કોઈ પણ પ્રકારનું નિવેદન આપીશ નહિ. હાલમાં અમને એ વાતની પૃષ્ટિ નથી કે, આ સમયે બગદાદી ક્યાં છે, પરંતુ તેની યુદ્ધભૂમિને હટાવવા માટે રુચિ રાખી રહ્યા છે”.

જો કે હજી સુધી આ કથિત ઓડિયો ક્લિપમાં જે વ્યક્તિનો અવાજ છે તે બગદાદી જ છે, તે અંગે કોઈ પૃષ્ટિ નથી.

જો આ ઓડિયો બગદાદીનો છે તો ઓક્ટોબર, ૨૦૧૭માં રક્કામાં ISISના પતન બાદ સામે આવેલો પ્રથમ સંદેશ છે. આ ક્લિપમાં બોલી રહેલો વ્યક્તિ ISISની થઇ રહેલી હાર અંગે જણાવતો જોવા મળી રહ્યો છે.