ઓર્ડર/ TATA MOTORS ને VRL LOGISTICS પાસેથી 1300 કોમર્શિયલ વાહનોનો મળ્યો ઓર્ડર

Tata મોટર્સ ડિફેન્સથી મિડિયમ, હેવી કોમર્શિયલથી ઈન્ટરમીડિયેટ અને લાઇટ કોમર્શિયલ વ્હિકલનું ઉત્પાદન કરે છે. જે દેશની મોટી કંપની છે.

Top Stories Business
Tata

દેશની સૌથી મોટી કોમર્શિયલ વ્હિકલ નિર્માતા  Tata મોટર્સને VRL LOGISTICS પાસેથી 1300 કોમર્શિયલ વાહનોનો જંગી ઓર્ડર મવ્યો છે. VRL LOGISTICS દેશમાં તેની લોજિસ્ટિક્સ સેવાનો વિસ્તાર કરવા જઈ રહી છે ત્યારે તેને સ્વદેશી કંપની Tata મોટર્સ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Tata મોટર્સ ભારતની કોમર્શિયલ વ્હિકલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની સૌથી મોટી કંપની છે.  જે ડિફેન્સથી મિડિયમ, હેવી કોમર્શિયલથી ઈન્ટરમીડિયેટ અને લાઇટ કોમર્શિયલ વ્હિકલનું ઉત્પાદન કરે છે. જે તમામ રસ્તાઓ પર સરળતાથી મુસાફરી કરી શકે છે અને તેની ઇંધણ કાર્યક્ષમતા એટલે કે માઇલેજ પણ સારી હોય છે.  જેના કારણે ઉપયોગકર્તાને ઓછો ખર્ચ કરવો પડે છે. તેમજ તેની જાળવણી ખર્ચ પણ ઘણો ઓછો છે.

કમર્શિયલ વ્હીકલ બિઝનેસ યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ કૌલ કહે છે, “અમને આનંદ છે કે Tata મોટર્સને VRL LOGISTICS લિમિટેડ તરફથી 1300 વાહનોનો ઓર્ડર મળ્યો છે. મને ખાતરી છે કે અમારું વાહન VRL LOGISTICSને દેશભરમાં તેની સેવા વિસ્તારવામાં મદદ કરશે. અમે એવા વાહનોની ડિઝાઇન કરીએ છીએ જેથી તેના માલિકને જાળવણી ખર્ચ ઓછામાં ઓછું આવે. અમારું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે તેથી VRL LOGISTICS ગમે ત્યારે, ગમે ત્યાં અમારી સેવાનો લાભ લઈ શકે છે.

કંપનીના વાઇસ પ્રેસિડેન્ટે વધુ વાત કરતાં કહ્યું હતું કે, Tata મોટર્સે પાવર ઓફ 6 કોન્સેપ્ટથી તેના કોમર્શિયલ વાહનોને એન્જિનિયર અને ડિઝાઇનરે તૈયાર કર્યા છે. આનાથી માત્ર ખર્ચમાં ઘટાડો થતો નથી પરંતુ સર્વિસ ખર્ચમાં પણ ઘટાડો થાય છે. તે ડ્રાઇવર માટે ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે. સારી કેપેસિટી  પણ આપે છે. આ શ્રેણી ફ્લીટ સર્ટિફાઇડ ફિટમેન્ટ સાથે આવે છે. Tata મોટર્સ તરફથી તેના નવીનતમ ફ્લીટ મેનેજમેન્ટના ભાવિ ડિજિટલ સોલ્યુશનને ધ્યાનમાં રાખીને, તે ડ્રાઇવરને આરામની સાથે તમામ સગવડતા મળે તે સુનિશ્ચિત કરવા માટે ઘણી બધી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કંપની તેના તમામ ગ્રાહકોને ટોટલ રિપેરિંગ સર્વિસ, રિપેર ટાઈમ ઈન્સ્યોરન્સ, બ્રેક ડાઉન અસિસ્ટન્સ, ઈન્સ્યોરન્સ, એક્સિડન્ટ રિપેર ટાઈમ, એક્સિડન્ટ વોરંટી, વ્હીકલ મેઈન્ટેનન્સ જેવી વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે.

આ પણ વાંચો :INS વિક્રાંત માટે ભંડોળ એકત્ર કરવામાં ગેરરીતિ,ભાજપના નેતા અને પુત્ર સામે કેસ,રાઉતે લગાવ્યા આરોપ

આ પણ વાંચો : CM યોગીની સુરક્ષામાં વધારો, ગોરખનાથ મંદિર હુમલા બાદ લેવાયો નિર્ણય