Asia Cup/ શ્રીલંકાએ ફાઇનલમાં પાકિસ્તાનને 23 રને હરાવીને છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો

શ્રીલંકાએ એશિયા કપ 2022ની ટાઈટલ મેચમાં પાકિસ્તાન સામે 23 રને જીત મેળવી હતી. આ સાથે શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપ ટ્રોફી જીતી છે

Top Stories Sports
11 13 શ્રીલંકાએ ફાઇનલમાં પાકિસ્તાનને 23 રને હરાવીને છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો

શ્રીલંકાએ એશિયા કપ 2022ની ટાઈટલ મેચમાં પાકિસ્તાન સામે 23 રને જીત મેળવી હતી. આ સાથે શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપ ટ્રોફી જીતી છે. એશિયા કપની ફાઇનલમાં રવિવારે પાકિસ્તાન સામે શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા છ વિકેટે 170 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 147 રન જ બનાવી શકી હતી.

શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષેએ 41 બોલમાં અણનમ 71 અને વાનિન્દુ હસરંગાએ 36 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હેરિસ રઉફે ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમો એશિયા કપના ઈતિહાસમાં ચોથી વખત ટાઈટલ મેચમાં આમને-સામને હતી. અગાઉ આ બંને વચ્ચે ત્રણ વખત રમાયેલી ફાઇનલમાં શ્રીલંકા બે વખત અને પાકિસ્તાને એક વખત જીત મેળવી હતી.

171 રનના ટાર્ગેટને માત આપવા પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે ચોથી ઓવરમાં કેપ્ટન બાબર આઝમ અને ફખર ઝમાનની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, આ પછી ઈફ્તિખાર અહેમદ અને મોહમ્મદ રિઝવાન વચ્ચે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી થઈ હતી. પરંતુ ઈફ્તિખાર 31 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ નવાઝ 6 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી હસરંગાએ 17મી ઓવરમાં ત્રણ વિકેટ લઈને શ્રીલંકાની જીત સુનિશ્ચિત કરી હતી. મોહમ્મદ રિઝવાન 49 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો.

પાવરપ્લેમાં જ ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શ્રીલંકાની અડધી ટીમ 10 ઓવરમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ઓપનર કુસલ મેન્ડિસ ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. નિસાંકા અને સિલ્વાએ બીજી વિકેટ માટે 17 રનની 21 રનની ભાગીદારી નોંધાવી હતી. નિસાંકા 11 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. ગુણાતીલકા પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યા ન હતા અને 4 બોલમાં માત્ર 1 રન બનાવી શક્યા હતા. આ પછી ધનંજય ડી સિલ્વા પણ 21 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન દાસુન શનાકા પણ માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો.

આ પછી હસરંગા અને રાજપક્ષેએ પાંચમી વિકેટ માટે 36 બોલમાં 58 રનની ભાગીદારી કરી હતી. હસરંગા 21 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. ભાનુકા રાજપક્ષેએ ચમિકા કરુણારત્ને સાથે મળીને 31 બોલમાં 54 રનની મજબૂત ભાગીદારી કરીને શ્રીલંકાને 170ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ભાનુકા 45 બોલમાં 71 રન બનાવી અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ચમિકાએ 14 બોલમાં 14 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ છેલ્લી 5 ઓવરમાં 53 રન બનાવ્યા હતા.