IAF C-17 Globemaster/ લેહના રનવે પર ફસાયું IAFનું C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ, ફ્લાઇટ્સ રદ

ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ મંગળવારે (16 મે)ના રોજ લેહ એરપોર્ટ પર કોઈ ટેકનિકલ ખામીને કારણે ફસાઈ ગયું હતું. જેના કારણે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે

Top Stories India
3 13 લેહના રનવે પર ફસાયું IAFનું C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ, ફ્લાઇટ્સ રદ

ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ મંગળવારે (16 મે)ના રોજ લેહ એરપોર્ટ પર કોઈ ટેકનિકલ ખામીને કારણે ફસાઈ ગયું હતું. જેના કારણે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. મીડિયાએ એરફોર્સના અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે C-17 હેવી લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સેવાક્ષમતા સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે અને લેહમાં રનવે પર છે. સમસ્યાનો ઉકેલ લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે કહ્યું કે આવતીકાલે (17 મે) સવાર સુધીમાં રનવે ફ્લાઇટ માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

C-17 એરક્રાફ્ટ ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટને કારણે કુશોક બકુલા રિનપોચે એરપોર્ટનો રનવે આખો દિવસ બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને આ દરમિયાન કોઈ ફ્લાઈટ કે લેન્ડિંગ થઈ શક્યું ન હતું. જેના કારણે ફ્લાઈટો રદ કરવામાં આવી હતી.