Gujarat/ વિરમગામ થી લખતર થઈ સુરેન્દ્રનગર જવાના માર્ગને ચાર માર્ગીય કરાશે

ટૂંક જ સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

Top Stories Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 06 at 9.06.58 PM વિરમગામ થી લખતર થઈ સુરેન્દ્રનગર જવાના માર્ગને ચાર માર્ગીય કરાશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સુરેન્દ્રનગર માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં વિરમગામ થી લખતર થઈ સુરેન્દ્રનગર ના 31 કિલો મીટરના માર્ગને ફોરલેન કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ તેના માટે રૂપિયા ૧૨૫ કરોડ પણ મંજુર કરવામાં આવ્યા છે.

નાયબ મુખ્યમંત્રી દ્વારા કરાઈ મહત્વની જાહેરાત

વિરમગામ થી લખતર થઈ સુરેન્દ્રનગરના 31 કિલોમીટરના માર્ગને ફોરલેન બનાવવા આવશે

સરકાર દ્વારા રૂપિયા ૧૨૫ કરોડ મંજુર કરવામાં આવ્યા

સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા તેમજ માર્ગ અક્સમાત નિવારવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરપાસ તેમજ બ્રીજ બનાવવાની પ્રજાની માંગણીને મંજુરીઓ આપવા આવી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી દ્વારા વિરમગામ-લખતર થઈ સુરેન્દ્રનગર જવાના માર્ગને ચારમાર્ગીય કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. માર્ગને ચારમાર્ગીય કરવા માટે રૂપિયા ૧૨૫ કરોડ મંજુર પણ કરી દેવામાં આવ્યા  છે. તેમજ સરકાર દ્વારા ટુક જ સમયમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવનાર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…