Afghanistan/ તાલિબાનીઓના આતંક વચ્ચે ભારતીય વાયુસેનાને મોટી સફળતા, IAFનું વિમાન 120 ભારતીયોને લઈને પહોંચ્યું જામનગર

ભારતીય વાયુસેનાએ અફઘાનિસ્તાનમાં 24 કલાક સુધી વાટાઘાટો કર્યા પછી સી -17 હેવી-લિફ્ટ ગ્લોબમાસ્ટર વિમાનમાં કાબુલમાંથી રાજદ્વારીઓ…

Top Stories Gujarat Others
ભારતીય

અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા તાલિબાનીઓના આતંકથી સમગ્ર દુનિયા હચમચી ઉઠી છે, જ્યાં એક બાજુ તાલીબાનીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબ્જો કરી લીધો છે, તો બીજી બાજુ આ આતંકના કારણે દુનિયાભરના લોકો અફઘાનિસ્તાનમાં ફસાઈ ગયા છે, ત્યારે આ વચ્ચે ભારતીય વાયુસેનાને મોટી સફળતા મળી છે.

આ પણ વાંચો :રાજય માં ૧૯ ઓગસ્ટ પછી આ વિસ્તારોમાં વરસાદ ખાબકશે

ભારતીય વાયુસેનાએ અફઘાનિસ્તાનમાં 24 કલાક સુધી વાટાઘાટો કર્યા પછી સી -17 હેવી-લિફ્ટ ગ્લોબમાસ્ટર વિમાનમાં કાબુલમાંથી રાજદ્વારીઓ, અધિકારીઓ અને પત્રકારોની બીજી બેચને બહાર કાઢવામાં સફળતા મેળવી છે. એક રીપોર્ટ મુજબ, આઇએએફ વિમાનોએ એટીસીનું સંચાલન કરતા અમેરિકી દળોની મદદથી કાબુલના સમય મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ હમીદ કરઝાઇ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.

ભારતીય વાયુસેનાનું વિમાન ભારતીય સમયના 11 વાગે જામનગર પહોંચ્યું હતુ . જે બાદ જામનગરથી વિમાન હિંડન એરબેઝ પર રવાના થશે. અફઘાનિસ્તાનમાંથી ભારતીય રાજદૂત રુદ્રેન્દ્ર ટંડન 120 અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓ ભારત આવ્યા છે, આપને જણાવી દઈએ કે, IAFનું વિમાન, જે લગભગ 800ની પેસેન્જર ક્ષમતા ધરાવે છે, બપોરે 1 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચવાની ધારણા છે. ભારતીયોની પ્રથમ બેચ રવિવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા આવી હતી.

સરકારે એક નિવેદનમાં કહ્યું કે તે જે ભારતીય નાગરિકો ભારત પાછા ફરવા માંગે છે તેમના સંપર્કમાં છે. આ ઉપરાંત અફઘાન શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ સરકાર સંપર્ક સાધી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જે લોકો અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેમને ભારત આવવામાં મદદ કરીશું.

આ પણ વાંચો :વિશ્વની વિરાટ પ્રતિમા SOU પરથી કેવડીયામાં ગુંજતા થયા રેડિયો યુનિટી 90 FMના સુર

વિદેશોમાં જ્યારે પણ ક્યાય ભારતીય સંકટમાં ફસાય છે વાયુસેના તેમની મદદ માટે પહોંચે છે. પછી ભલે કોવિડ-19 મહામારીનો કપરો સમય હોય કે પછી યમન સંકટ દરમિયાન ચાલેલું ઓપરેશન રાહત હોય. ભારતીય વાયુસેનાએ પોતાના લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા છે. નેપાળમાં ઓપરેશન મૈત્રી, બેલ્જિયમમાં આત્મઘાતી હુમલા બાદ ભારતીયોને કાઢવા હોય કે લિબીયાના ગૃહયુદ્ધથી પોતાના લોકોને બચાવવાના હોય. IAF દર વખતે ભરોસા પર ખરી ઉતરી છે.

આ પણ વાંચો :  કેન્સરમાં કેસની સંખ્યામાં વધારો,  6 મહિનામાં 71 હજારથી વધુ કેન્સરના કેસ

આ પણ વાંચો :રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય