Not Set/ કલમ 35A રદ થશે કે નહીં ? સુપ્રિમ કોર્ટમાં 26-28 ફેબ્રુઆરીએ થશે સુનવણી

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૫એની કાયદેસરતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આ સપ્તાહમાં જ સુનાવણી યોજાશે. સુપ્રિમ કોર્ટે કલમ 35A ને પડકારતી અરજી પર 26-28 ફેબ્રુઆરીના રોજ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.  ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 35એ અંતર્ગત જમ્મુ-કાશ્મીરના મૂળ રહેવાસી સિવાય દેશના અન્ય કોઈ રાજ્યના નાગરિક સંપત્તિ ખરીદી શકતા નથી. આ ઉપરાંત અન્ય રાજ્યના […]

Top Stories India Trending
02 22 કલમ 35A રદ થશે કે નહીં ? સુપ્રિમ કોર્ટમાં 26-28 ફેબ્રુઆરીએ થશે સુનવણી

નવી દિલ્હી,

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૫એની કાયદેસરતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આ સપ્તાહમાં જ સુનાવણી યોજાશે. સુપ્રિમ કોર્ટે કલમ 35A ને પડકારતી અરજી પર 26-28 ફેબ્રુઆરીના રોજ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.

 ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 35એ અંતર્ગત જમ્મુ-કાશ્મીરના મૂળ રહેવાસી સિવાય દેશના અન્ય કોઈ રાજ્યના નાગરિક સંપત્તિ ખરીદી શકતા નથી.

આ ઉપરાંત અન્ય રાજ્યના રહેવાસીને ત્યાંની નાગરિકતા પણ નથી મળી શકતા.જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જા સાથે સંલગ્ન આર્ટિકલ ૩૫એને રદ કરવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી માટે આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ કોઈએ માગણી કરી નથી. સરકાર અથવા અરજકર્તા તરફથી આવી કોઈ માંગ થઈ નહતી.

14મી મે 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ પસાર કર્યો હતો. આ આદેશ દ્વારા ભારતના બંધારણમાં એક નવી કલમ 35એ ઉમેરાઈ.

ઉલ્લેખનીય છે કે 1954માં આ કલમને આર્ટિકલ 370 હેઠળ મળેલા અધિકાર સાથે જ જોડવામાં આવ્યું હતું.35A  એ કલમ 370નો ભાગ જ છે.સૂત્રોના મતે મોદી સરકાર લોકસભા ચૂંટણી પૂર્વે આર્ટિકલ ૩૫એ પર કડક વલણ અપનાવી શકે છે.

આર્ટિકલ ૩૭૦ને હટાવવા ભાજપનું હંમેશા રાજકીય સ્ટેન્ડ છે. જો કે ભાજપ સાથે જાડાયેલા જેડીયુ અને અકાલી દળે આના વિરોધમાં છે.અનુચ્છેદ ૩૫એના વિરોધમાં બે દલીલો મુખ્ય રીતે કરવામાં આવે છે. પ્રથમ એ કે આ રાજ્યમાં અન્ય રાજ્યના ભારતીય નાગરિકોને સ્થાયી નાગરિક ગણવાથી તે વર્જિત કરે છે. જેને પગલે બીજા રાજ્યોના લોકો જમ્મુ-કાશ્મીરમાં નોકરી મેળવી શકતા નથી તેમજ સંપત્તિ પણ ખરીદી શકતા નથી. દરમિયાન જો જમ્મુ-કાશ્મીરની કોઈ યુવતી અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરે છે તો રાજ્યમાં સંપત્તિના અધિકારમાંથી આર્ટિકલ ૩૫એના આધારે તેને વંચિત કરવામાં આવે છે.

 આ આર્ટિકલને બંધારણમાં અલગથી જાડવામાં આવી છે અને તેને લઈને પણ ભારે વિરોધ છે.૧૯૫૬માં જમ્મુ-કાશ્મીરનું બંધારણ ઘડાયું હતું ત્યારે તેમાં સ્થાયી નાગરિકતાની પરિભાષા નક્કી કરવામાં આવી હતી. આ બંધારણ મુજબ, સ્થાયી નાગરિક તે જ વ્યક્તિ હોય છે જે 14 મે 1954ના રાજ્યના નાગરિક રહ્યા હોય અને કાયદાકીય રીતે સંપત્તિનું અધિગ્રહણ કર્યું હોય.

આ ઉપરાંત કોઈ શખ્સ 10 વર્ષથી રાજ્યમાં રહેતો હોય અથવા 1 માર્ચ 1947પછી રાજ્યમાં સ્થળાંતર થઈને (વર્તમાન પાકિસ્તાન સરહદ ક્ષેત્રમાં) ચાલ્યો ગયો હોય, પરંતુ વિસ્તારમાં પુનઃસ્થળાંતર પરવાના સાથે આવ્યો હોય.