Not Set/ એક એવું બ્રશ જે ૧૦ સેકન્ડમાં કરી દેશે દાંત સાફ, કિમત છે ૯૦૦૦ રૂપિયા

અમેરિકામાં લાસ વેગાસમાં ચાર દિવસ સુધી એક કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકટ્રોનિકસનો શો યોજાયો હતો જેમાં એક ફ્રેંચ કંપનીએ વાય આકાર સાથે ટુથબ્રશની નવી ડીઝાઇન જાહેર કરી છે. આ બ્રશની મદદથી માત્ર ૧૦ સેકંડમાં જ દાંત સાફ થઇ જશે. કંપનીના કહેવા પ્રમાણે આ ટુથબ્રશ દાંતમાં ફીટ થઇ જશે ત્યારબાદ એક બટન દબાવવાની સાથે જ દાંત સાફ થઇ જશે. […]

Top Stories Trending Tech & Auto
14 news othbrush compressor એક એવું બ્રશ જે ૧૦ સેકન્ડમાં કરી દેશે દાંત સાફ, કિમત છે ૯૦૦૦ રૂપિયા

અમેરિકામાં લાસ વેગાસમાં ચાર દિવસ સુધી એક કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકટ્રોનિકસનો શો યોજાયો હતો જેમાં એક ફ્રેંચ કંપનીએ વાય આકાર સાથે ટુથબ્રશની નવી ડીઝાઇન જાહેર કરી છે.

આ બ્રશની મદદથી માત્ર ૧૦ સેકંડમાં જ દાંત સાફ થઇ જશે. કંપનીના કહેવા પ્રમાણે આ ટુથબ્રશ દાંતમાં ફીટ થઇ જશે ત્યારબાદ એક બટન દબાવવાની સાથે જ દાંત સાફ થઇ જશે. આ ટુથબ્રશમાં વાઈબ્રેશન થાય છે જેને લીધે દાંત સાફ થઇ જશે.

Y આકારના આ બ્રશપર નાયલોનનું આવરણ છે. આ બ્રશની ખાસિયત એ છે કે તેની એ રીતની ડીઝાઇન કરવામાં આવી છે કે તે આરામથી દાંતમાં ફીટ થઇ જશે.

આ ટુથબ્રશમાં ટુથપેસ્ટ લગાવીને પ્રથમ ૫ સેકન્ડ નીચેના દાંતમાં અને બીજી ૫ સેકન્ડ ઉપરના દાંતમાં ફીટ કરવાનું રહેશે. પાવર બટન દબાવતાની સાથે જ દાંત સાફ થઇ જશે.

સામાન્ય રીતે ડેન્ટીસ્ટ આપણને રોજ ઓછામાં ઓછી ૨ મિનીટ સુધી બ્રશ કરવાની સલાહ આપે છે. જો કે આ કંપનીએ એવો દાવ કર્યો છે કે આ ટુથબ્રશની સ્પીડમાં દાંત સાફ થશે અને ૧૫ ટકાથી વધારે જીવાણું સાફ કરવામાં પણ સક્ષમ છે.

સામાન્ય બ્રશ કરતા આ બ્રશની ખાસિયત પણ ઘણી વધારે છે જેથી તેની કિંમત પણ વધારે છે. એક ટુથબ્રશનીકિંમ્ત ૧૨૫ ડોલર એટલે કે ૯૦૦૦ રૂપિયા છે. આ ટૂથબ્રશનું વેંચાણ એપ્રિલ મહિનાથી શરુ થઇ જશે.આ બ્રશને સમયાંતરે ચાર્જ કરવાનું પણ રહેશે. ચાર્જ થઇ ગયા પછી તમે આ બ્રશથી ૧૦ સેકન્ડ દાંત સાફ કરી શકશો.