અકસ્માત/ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના કરૂણ મોત થયા છે.

Top Stories India
8 14 ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના કરૂણ મોત થયા છે.પ્રાપ્ત માહિકી અનુસાર કાર એક કન્ટેનર સાથે અથડાઇ હતી અને આ ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો, અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે,અક્સમાત થતાં આજુબાજુના લોકો સત્વરે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી .પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, હાલ પોલીસે અક્સમાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે,હાલ મૃતકોની ઓળખ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ શુજાગંજના હયાતનગરમાં રહેતા અજય કુમાર તેમની પત્ની અને બે બાળકો સહિત છ લોકો સાથે સુરતથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે રામસ્નેહી ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચતાની સાથે જ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નારાયણપુર વળાંક પાસે પાર્ક કરેલી કન્ટેનર ટ્રક સાથે પાછળથી વાહન અથડાયું હતું. અકસ્માતમાં કારના ફુરચા ઉડી ગયા હતા.

આ અકસ્માતમાં કારમાં સવાર તમામ મહિલાઓ અને બાળકો સહિત છ લોકોના મોત થયા હતા. આ અકસ્માત સવારે 3 વાગ્યાની આસપાસ થયો હતો. કારમાં સવાર તમામ લોકો તેમના સુરતથી અયોધ્યા જિલ્લાના રૂદૌલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સુજાગંજના હયાતનગર જઈ રહ્યા હતા.

મૃતકોની ઓળખ અજય (35) પુત્ર દીપક વર્મા, સપના (30) પત્ની, આર્યનશ (8) પુત્ર અજય, યશ (10) પુત્ર અજય, આદર્શ પુત્ર દીપક વર્મા તરીકે થઈ છે.. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.