Rajkot News FIRE/ ગેમિંગ ઝોનમાં આગની ભયાનકતાનું કારણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો

રાજકોટ ગેમિંગ ઝોનમાં લાગેલી આગ આટલી ઝડપી પ્રસરી અને ગણતરીની સેકન્ડોમાં આખો ગેમિંગ ઝોન આગમાં લપેટાઈ ગયો તેનું કારણ પણ હવે બહાર આવ્યું છે. આ ગેમિંગ ઝોનમાં પેટ્રોલ-ડીઝલના મોટા જથ્થાએ આગને ભયાનક બનાવી હતી.

Gujarat Top Stories Rajkot Breaking News
Beginners guide to 67 1 ગેમિંગ ઝોનમાં આગની ભયાનકતાનું કારણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો

Rajkot News: રાજકોટ ગેમિંગ ઝોન(Gaming Zone) માં લાગેલી આગ આટલી ઝડપી પ્રસરી અને ગણતરીની સેકન્ડોમાં આખો ગેમિંગ ઝોન આગમાં લપેટાઈ ગયો તેનું કારણ પણ હવે બહાર આવ્યું છે. આ ગેમિંગ ઝોનમાં પેટ્રોલ-ડીઝલના મોટા જથ્થાએ આગને ભયાનક બનાવી હતી.

ગેમિંગ ઝોનમાં સ્પોર્ટ્સ કારની એક્ટિવિટી માટે પેટ્રોલનો જથ્થો રાખવામાં આવતો હતો. ગેમઝોનમાં જનરેટર માટે ડીઝલનો જથ્થો રાખવામાં આવતો હતો. આશ્ચર્યની વાત એ છે કે જ્વલનશીલ પદાર્થની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી. તેને કેરબામાં ભરીને રાખવામાં આવ્યા હતા. આગ લાગતા કેરબામાં ભરેલું પેટ્રોલ અને ડીઝલ એકસાથે સળગી ઉઠ્યું હતું.

રાજકોટઃ રાજકોટ ગેમિંગ ઝોનમાં દુર્ઘટના સ્થળેથી કેમિકલ સાથે ટર્પેન્ટાઇનના કેરબા મળી આવ્યા. સમારકામની જગ્યાએ ટર્પેન્ટાઇન કેમિકલના પાંચ કેરબા મળ્યા હતા. કેમિકલમાં પણ કેટલાક પ્રમાણમાં સોલ્વેન્ટ મિક્સ કરવામાં આવ્યું છે.

ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા,  રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું. મોડી રાત્રે હર્ષ સંઘવીએ પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત્ છે. આખીરાત કાટમાળ તોડવાનું કામગીરી ચાલી હતું. સત્તાવાર રીતે 28 જેટલા મૃતદેહો સિવિલ પહોંચ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ

આ પણ વાંચોઃ હે ભગવાન…! મારો દીકરો જીવતો મળશે કે નહીં? રાજકોટ ગેમ ઝોન અકસ્માતમાં પરિવારજનોની હૃદયદ્રાવક વેદના

આ પણ વાંચોઃ આ માનવસર્જિત દુર્ઘટના છે, ગુજરાત હાઈકોર્ટે રાજકોટમાં લાગેલી આગની સુઓ મોટુ નોંધ લીધી