TRP Gaming zone/ રાજકોટ અગ્નિકાંડ એ માનવસર્જીત દુર્ઘટના: ગુજરાત હાઈકોર્ટ

આ મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે………….

Gujarat Top Stories Breaking News
Image 2024 05 26T104252.016 રાજકોટ અગ્નિકાંડ એ માનવસર્જીત દુર્ઘટના: ગુજરાત હાઈકોર્ટ

Ahmedabad: રાજકોટમાં ટીઆરપી ઝોનમાં આગ ફાટતાં 28નાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ખાનગી ગેમ ઝોનના સંચાલકો અને તંત્રની બેદરકારીના પરિણામે આ મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે.

ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ મુદ્દે તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી છે. આજે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો ચાલુ કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા પાસે ગેમઝોનના નિયમો અંગે ખુલ્લાસો માંગ્યો છે. હાઈકોર્ટે તમામ મુદ્દાઓની તલસ્પર્શી તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. ગેમઝોનમાં 28ના મોત થયાં મામલે કોઈ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવું કડક શબ્દોમાં કહ્યું છે.

અમદાવાદના સિંધુભવન અને એસ.પી. રીંગ રોડ પરના ગેમઝોન પણ ભયજનક
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ચારેય મહાનગરપાલિકાને પક્ષકાર બનાવ્યાં. ફાયરના નિયમો અંગે ખુલાસો આપવા જણાવ્યું.

શું છે સમગ્ર ઘટના?
રાજકોટવાસીઓ માટે શનિવારનો દિવસ કાળમુખો બની રહ્યો હતો. કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં આગ લાગતાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આગદુર્ઘટનામાં વેકેશન અને વિકેન્ડની મજા માણવા ગયેલા 28 માસુમો મોતનો શિકાર થયાં હતાં. માત્ર 30 જ સેકન્ડમાં આખેઆખો ગેમઝોન સળગી ઉઠ્યો હતો. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. એક કલાકની અંદર જ 28 મૃતદેહો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પરિજનો આંખોની અશ્રૃધારા વચ્ચે હોસ્પિટલના રજિસ્ટરમાં પોતાનાને શોધતા દેખાયા હતાં.

મેટર અપડેટ થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે SITની રચના, CM ભુપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા

આ પણ વાંચો: હૈયાફાટ રૂદનથી કંપી ઉઠી રાજકોટ સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચો: રાજકોટ TRP ઝોન મામલે થયાં મોટા ખુલાસા