Not Set/ ભરુચ/ ગોલ્ડન બ્રિજ પર નર્મદા 26 ફૂટે, સાજ સુધીમાં 30 ફૂટ વટાવે તેવી સંભાવનાથી તોળાતું પૂરનું સંકટ

નર્મદા – સરદાર સરોવર ડેમ 131+ની સપાટી પર પહોંચી જવાનાં કારણે ડેમનાં પાટીયા ખોલવામાં આવતા ભરૂચમાં ગોલ્ડન બ્રીજ પાસે નર્મદાનું જળ સ્તર વધ્યું છે. હાલ નર્મદા નદીનું જળ સ્તર 26 ફૂટ પર પહોંચ્યું છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક જળસપાટી ભયજનક સપાટીએ પહોંચતાં પૂરનું સંકટ તોળાતું જોવામાં આવી રહ્યું છે. સાંજ સુધીમાં જળ સપાટી ૩૦ ફૂટ થવાની સંભાવના જોવામાં આવી રહી છે.  […]

Gujarat Others
f7dca2b3c815115482bbe56cb663a978 ભરુચ/ ગોલ્ડન બ્રિજ પર નર્મદા 26 ફૂટે, સાજ સુધીમાં 30 ફૂટ વટાવે તેવી સંભાવનાથી તોળાતું પૂરનું સંકટ

નર્મદા – સરદાર સરોવર ડેમ 131+ની સપાટી પર પહોંચી જવાનાં કારણે ડેમનાં પાટીયા ખોલવામાં આવતા ભરૂચમાં ગોલ્ડન બ્રીજ પાસે નર્મદાનું જળ સ્તર વધ્યું છે. હાલ નર્મદા નદીનું જળ સ્તર 26 ફૂટ પર પહોંચ્યું છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક જળસપાટી ભયજનક સપાટીએ પહોંચતાં પૂરનું સંકટ તોળાતું જોવામાં આવી રહ્યું છે. સાંજ સુધીમાં જળ સપાટી ૩૦ ફૂટ થવાની સંભાવના જોવામાં આવી રહી છે. 

ફુરજા બંદરે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગોલ્ડન બ્રિજ નજીક જળસપાટી ભયજનક સપાટીએ પહોંચતાં બ્રિજ નજીક ઝુપડાઓમાં પાણી ભરાયા છે. 50થી વધુ ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થયા હોય તમામ લોકોને સલામત સ્થળો પર ખચેડવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. તીર્થધામ નારેશ્વર ખાતે ઘાટના પગથિયા પાણીમાં ગરકાવ થઇ ચૂક્યા છે. નવા તવરા ગામે એનડીઆરએફની ટીમ આવી પહોંચી અને બચાવ અને રાહતની કામગીરી સંભાળી લીધી છે.  

નર્મદા નદીનું જળ સ્તર 26 ફૂટ પર પહોંચ્યું હોય ભરુચ કોવિડ 19  સ્મશાન સુધી પાણી આવી પહોંચ્યા છે. કોરોના પોઝિટિવ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews