નવસારી/ 15 લાખની નકલી નોટ સાથે પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિત 5 ઠગબાજ ઝડપાયા

15 લાખની બનાવટી ચલણી નોટો સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી હતી. 

Gujarat Others
Mantavyanews 51 2 15 લાખની નકલી નોટ સાથે પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિત 5 ઠગબાજ ઝડપાયા
  • નવસારી:વાંસદા પોલીસને મળી મોટી સફળતા
  • 15 લાખ નકલી ચલણી નોટ ઝડપી
  • નકલી નોટ સાથે 5 શખ્સોની કરી ધરપકડ

Navsari News: નવસારી જિલ્લાના વાંસદામાં નકલી ચલણી નોટો સાથે પાંચ જણાની પોલીસે ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, 15 લાખની બનાવટી ચલણી નોટો સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી હતી. મળતી મહિતી અનુસાર, નવસારી જિલ્લાની વાંસદા પોલીસને બાતમી મળી હતી કે, વાંસદા શહેરમાં આવેલ ભીનાર ત્રણ રસ્તા પાસે કેટલાક શખ્સો લાખો રૂપિયાની બનાવટી ચલણી નોટો સાથે લઈને આવવાના છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન ભીનાર ત્રણ રસ્તા પાસેથી પોલીસે 2 અલગ અલગ કારમાં સવાર થઈ આવેલ 5 ઠગબાજોને ઝડપી પાડ્યા હતા. જેમાં તેઓની તલાશી લેતા 15 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટ મળી આવી હતી. આ બનાવટી ચલણી નોટ મુદ્દે પૂછપરછ કરતાં તેઓ કોઈ યોગ્ય ઉત્તર ન આપી શકતા પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી હતી.

જોકે, આ ઠગ ભગતો સાથે સુરતનો પોલીસ હેડ કોન્સ્ટેબલ પણ ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતના હેડ કોન્સ્ટેબલ યોગેશ સામુદ્રે પાસેથી વાંસદા પોલીસને સરકારી પિસ્તોલ પણ મળી આવી હતી, ત્યારે હાલ તો પાંચેય આરોપીઓ વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ નવસારી SOGને સોંપવામાં આવી છે.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર